● પાટણમાં મોહલ્લા પોળોમાં ગરબાની રમઝટ જામશે
● સંગીતના વાજિંત્રો તૈયાર કરવામાં વ્યાપારીઓ બન્યા વ્યસ્ત
● સારી ઘરાગીની આશાએ વેપારીઓ વિવિધ વાજિંત્રો કરી રહ્યા છે તૈયાર
પાટણ: દેશમાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે અનેક ધાર્મિક તહેવારો ઉપર સરકારે રોક લગાવી હતી. જેમાં શક્તિ ભક્તિના મહાપર્વ એવા નવરાત્રી મહોત્સવની પણ ઉજવણી થઇ શકી ન હતી. ચાલુ વર્ષે કોરોનાના કેશો નહિવત બનતા અને સામાન્ય જનજીવન પણ રાબેતા મુજબ બન્યું છે જેને લઇ સરકારે મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં શેરી ગરબા કરવાની છૂટ આપી છે.
આ પણ વાંચો : International Translation Day : અનુવાદ એટલે વિશ્વમાં સંસ્કાર અને સંસ્કૃતિને જોડતો સેતુ
વાંજીત્રો બનાવવમાં વ્યસ્ત વ્યપારી
ભારતના સૌથી મોટા નૃત્યોત્સવ એવા નવરાત્રી મહોત્સવને ઉજવવા ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપી નથી જેને કારણે મહોલ્લા ,પોળોમાં ગરબાઓની રમઝટ જામશે જેના કારણે સંગીતના વિવિધ યંત્રોની માગ પણ વધી રહી છે. પાટણમા સંગીતના વાજિંત્રોના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ સંગીતના વિવિધ વાજિંત્રો જેવા કે દેશી ઢોલ,તબલા કચ્છી ઢોલ ,હારમોનિયમ, મંજીરા સહિતના વાજિંત્રો બનાવવાના કામમાં વ્યસ્ત બન્યા છે. આવા વાજિંત્રો તૈયાર કરી વેચાણ અર્થે મૂકી રહ્યા છે.
પાટણમાં નવરાત્રિને લઈ વાજિંત્રોના ધંધાર્થીઓમાં ઉત્સાહનો સંચાર આ પણ વાંચો : વલસાડ જિલ્લામાં વર્ષ 2021માં 3 હજાર હડકવાના કેસ નોંધાયા
કોરોનાને કારણે વેપાર ધંધા બંધ
પાટણમાં છેલ્લા 60 વર્ષથી સંગીતના વાજિંત્રોનો વ્યવસાય કરતા વેપારી સતિષભાઈ ડબગરે જણાવ્યું હતું કે,"કોરોના મહામારીને કારણે બે વર્ષથી ધંધા થયા ન હતા પણ ચાલુ વર્ષે સરકારે નવરાત્રિમાં છૂટ આપી છે તેથી અમે અમારા વાજિંત્રો તૈયાર કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં સારી ઘરાકી થશે તેવી આશા વ્યક્ત કરી હતી".