- જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ થયા
- શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી
- વિદ્યાર્થીઓએ 18 મહિના બાદ વર્ગખંડોમાં કર્યો અભ્યાસ
- શાળાઓએ સરકારની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કર્યો
- વિદ્યાર્થીઓના કોલાહલથી શૈક્ષણિક સંકુલો ગુંજી ઉઠ્યા
પાટણ: સમગ્ર રાજ્યમાં પૂર્ણ સંખ્યા ઘટતા રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર રીતે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. સરકારે અગાઉ ધોરણ 12 થી કોલેજ કક્ષાના વર્ગખંડો શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓ શરૂ કરવાની સરકાર દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે હાલમાં સમગ્ર જિલ્લામાં ધોરણ 9 થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ વર્ગખંડોમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકારે ફરી એકવાર ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ (Classes of 3 to 4 started in Patan) કરવાની સૂચનાઓ શાળાઓને આપતા પાટણ શહેર સહિત જિલ્લામાં ધોરણ 6 થી 8 ના વર્ગખંડો શરૂ થયા છે.