- રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે જળસંચય યોજનાનો પાટણથી પ્રારંભ
- ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાનનો કર્યો પ્રારંભ
- રાજ્યવ્યાપી જળ અભિયાનની મુખ્યપ્રધાને શરૂઆત કરાવી
આ પણ વાંચો :સુજલામ સુફલામ જળ અભિયાનનો 1 એપ્રિલથી પ્રારંભ
પાટણ: સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંગ્રહના મહત્વના કામોમાં તળાવો ઉંડા કરવા ચેકડેમના ડીસિલટિંગ અને રીપેરીંગ, તળાવના પારા અને વેસ્ટ વિયરનુ મજબૂતીકરણ નહેરોની સાફ- સફાઈ કરવી જેવા વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી જળ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. સૌપ્રથમ મુખ્યપ્રધાને વડાવલી ગામના તળાવમાં વિધિવત રીતે પૂજા કરી તળાવ ઉંડુ કરવાની કામગીરીની શરૂઆત કરાવી હતી. જે બાદ મુખ્યપ્રધાન સભા સ્થળે પહોચ્યાં હતા. જ્યાં તેમનું અધિકારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન રૂપાણીએ સભા સ્થળેથી સમગ્ર રાજ્યમાં ઓનલાઈન સુજલામ સુફલામ જળ અભિયાનની શરૂઆત કરાવી હતી.