ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું - CM Rupani inaugurates development works worth Rs 223.26 crore

પાટણ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુરુવારે ૨૨૩. ૨૬ કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પાટણ:  મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું
પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું

By

Published : Jan 7, 2021, 6:56 PM IST


● મુખ્યપ્રધાને પાણી પુરવઠા વિભાગના રૂપિયા 197.87હજાર કરોડના કામોનું કર્યું ખાતમુહૂર્ત
● સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂપિયા 25.39 કરોડના કામોનું લોકાર્પણ
● સમરસ છાત્રાલયને મુખ્યપ્રધાને સંત સદારામ સમરસ છાત્રાલય નામ આપ્યું
● 2022ના અંત સુધીમાં દરેક ઘરમા નળથી જળ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ

પાટણ: જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગુરુવારે ૨૨૩. ૨૬ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું


સમરસ છાત્રાલયને મુખ્યપ્રધાને સંત સદારામ સમરસ છાત્રાલય નામ આપ્યું


પાટણ પંથકના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર થઇ રહેલી વિવિધ યોજનાઓનું ખાતમુર્હૂત તેમજ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયના લોકાર્પણનો કાર્યક્રમ શહેરના પ્રગતિ મેદાન ખાતે યોજાયો હતો. મુખ્યપ્રધાન રૂપાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાટણ પ્રગતિ મેદાન ખાતેથી મુખ્યપ્રધાન રૂપાણીએ પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂપિયા 197.87 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 25.39 કરોડના ખર્ચે નવીન બનેલી સમરસ કુમાર અને કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું હતુ. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સમરસ છાત્રાલયને સંત સદારામ સમરસ છાત્રાલય નામકરણ કર્યું હતું.

કોંગ્રેસના શાસનમાં ગુજરાતીઓને પાણી માટે વલખા મારવા પડતા- વિજય રૂપાણી

રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 42 વર્ષના શાસનમાં કોંગ્રેસે ગુજરાતમાં પાણીની કોઇ ચિંતા નહોતી કરી જેને કારણે ગુજરાતીઓને પાણી માટે વલખા મારવા પડતા હતા. પાણીના અભાવે ભૂતકાળમાં પશુપાલકોને હિજરત કરવી પડતી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીની ચિંતા કરી નર્મદા યોજના પૂરી કરીને એક લાખ કિલોમીટરથી વધારે પાઇપલાઇનો નાખી ગુજરાતમાં લોકોને પાણી પહોંચાડવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં ૨૬ ટકા લોકોને ઘરે ઘરે નળ મળ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 સુધીમાં ભારતના તમામ ઘરોમાં નળ થી જળ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છેે. ગુજરાતમાં 2022ના અંત સુધીમાં દરેક વ્યક્તિના ઘરે નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો ગુજરાત સરકારે સંકલ્પ કર્યો છે.

પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું


વિવિધ યોજનાઓના સહાય ચેકનું વિતરણ

પાટણ: મુખ્યપ્રધાન રૂપાણીએ 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું


મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાલક માતા-પિતા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના તથા પેન્શન યોજનાના લાભાર્થીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી ૧૬મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયાથી બરોડા વચ્ચે ટ્રેનનું ઈ લોકાર્પણ દિલ્હીથી કરાશે. તો ૧૮મી જાન્યુઆરીએ મેટ્રો અમદાવાદ ફેસ 2નું ખાતમુહૂર્ત કરાશે. જેમાં ગાંધીનગર ગિબ સિટી વિસ્તારમાં મેટ્રો ચાલશે. આ ઉપરાંત 18 જાન્યુઆરીએ સુરતમાં પણ મેટ્રોના કામનું ઇ ખાતમુહૂર્ત દિલ્હીથી વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details