ગુજરાત

gujarat

ETV Bharat / state

CM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને કર્યું નિરીક્ષણ

રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel visit Radhanpur) મુલાકાત લીધી હતી. જ્યાં કામગીરીનું નિરીક્ષણ કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

CM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું
CM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યુંCM Bhupendra Patel visit Radhanpur : રાધનપુર ખાતે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું

By

Published : Feb 21, 2022, 8:43 AM IST

પાટણ :રાધનપુર ગૃપ યોજના (Radhanpur Group Scheme) અંતર્ગત રાધનપુર ખાતે 77.77 કરોડના ખર્ચે 60 MLD ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટ (Radhanpur Filtration Plant) તૈયાર કરવામાં આવી રહેલો છે. જે રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાથી 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2020માં 19.49 MLD ક્ષમતામાં વધારો કરી વર્ષ 2050 સુધી 32.84 MLD સુધી પહોંચાડવામાં આવશે.

જળ વિતરણની વ્યવસ્થાની હાલ 74 ટકા કામગીરી પૂર્ણ થઈ છે

કુલ 251.05 કીમીની પાઈપલાઈન પૈકી 315 મીમી થી 90 મીમી વ્યાસ ધરાવતી 213.30 કીમી ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન છે. તેમજ 600 મીમીથી 250 મી મી વ્યાસ ધરાવતી ડી.આઈ.કે. કીમીની રાઈઝીંગ મેઈન પાઇપલાઇના નેટવર્ક દ્વારા જળ વિતરણની આ વ્યવસ્થાની હાલ 74 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આગામી ઓગસ્ટ મહિના સુધીમાં પૂર્ણ કરી (CM Bhupendra Patel visit Radhanpur) કાર્યાન્વિત કરવામાં આવશે.

આ પણ વાંચો : School on Wheels: પાટણ જિલ્લામાં અગરિયાના બાળકો આધુનિક બસોમાં મેળવી રહ્યા છે શિક્ષણ

20 મીટર ઉંચી ટાંકીઓ તૈયાર કરવામાં આવી રહી છે

બી.કે.3(પી-2) જુથ યોજના અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા માટે 100 લાખ લીટર, રાધનપુર શહેર માટે 50 લાખ, ધરવડી હેડવર્કસ ખાતે 05 લાખ, તેમજ ગોતરકામાં 07.50 લાખ લીટર ક્ષમતાના ભૂગર્ભ સંપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ધરવડી, સાતૂન, ગોતરકા અને દૈસર હેડવર્કસ ખાતે અનુક્રમે 2.5 લાખ લીટર, 3 લાખ, 3 લાખ તેમજ 5 લાખ લીટરની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી 20 મીટર ઊંચી ટાંકીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

રાધનપુર પાતાળ કુવાનું પાણી પુરું પાડવામાં આવે છે

ઉલ્લેખનીય છે કે, હાલ રાધનપુર તાલુકાના ગામોમાં પાતાળ કુવા આધારિત પાણી પુરવઠો (Water Supply Department in Radhanpur) પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણીમાં ફ્લોરાઈડ, નાઈટ્રેટ તેમજ ટી.ડી.એસ.ના પ્રમાણના કારણે પાણી પીવાલાયક રહેતું નથી. તેથી કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત બીકે-3 પી-2 જુથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. જેના થકી પીવાના પાણી સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. હાલ રાણકપુર ખાતેના 50 MLD ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી પહોંચાડવામાં આવે છે.

આ પણ વાંચો : Food Safety on Wheels In Patan: પાટણ જિલ્લાને ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન અપાઇ, દર મહિને 15 દિવસ થશે તેલની શુદ્ધતા સહિતની ચકાસણી

ABOUT THE AUTHOR

...view details