ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો

તર્પણતિર્થ સિદ્ધપુર ખાતે(MatruvandNA program was held in Siddhpur) શરૂ કરવામાં આવેલા માતૃવંદના-૨૦૨૧ના કાર્યક્રમ(Matruvandana program)નાં બીજા દિવસે ગુજરાતની સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલ દવે(folk singer Kinjal Dave)એ લોકગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા. તેમજ જાણીતા હાસ્ય કલાકાર ડૉ.જગદીશ ત્રિવેદીએ પ્રેક્ષકોને મન મુકીને હસાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા(District Development Officer Ramesh Merja) અને અધિક નિવાસી કલેક્ટર એન.ડી. પરમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો
સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો

By

Published : Nov 26, 2021, 8:04 AM IST

  • માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો
  • અધિકારીઓ દ્વારા કલાકારોનું સ્વાગત કરાયું
  • કાર્યક્રમમાં કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી

સિદ્ધપુર: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ(Department of Sports Youth and Cultural Activities) ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા આયોજિત(Organized by District Administration Patan) તથા જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણ દ્વારા સંચાલિત માતૃવંદના ઉત્સવ(Matruvandana Utsav)ના બીજા દિવસે જીલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નિવાસી અધિક કલેકટર એન.ડી. પરમાર તથા જીલ્લા યુવા વિકાસ અધિકાર વિરેન્દ્ર પટેલ દ્વારા કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કલાકારોએ રમઝટ બોલાવી

આ કાર્યક્રમમાં લોકગાયિકા કિંજલ દવેએ લોકગીતો દ્વારા બધાનાં મન મોહી લિધા હતા તેમજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉ.જગદિશ ત્રિવેદી દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકોને મનોરંજન પુરૂં પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સિકંદરાબાદમાં કિંજલ દવે સાથે ગરબાની રમઝટ PART- 2

આ પણ વાંચો : ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ: લોકગાયિકા કિંજલ દવેએ ETV Bharatના દર્શકો માટે રજૂ કરી આ ખાસ રચના

ABOUT THE AUTHOR

...view details