આગામી 26 મી જાન્યુઆરીના દિવસે દિલ્હી રાજપથ પર યોજનારી પરેડ માટે રાષ્ટ્રીય સેવા યોજના (NCC) પણ પોતાની એક ટિમ તૈયાર કરતી હોય છે, ત્યારે આ અંતર્ગત દેશભરમાં 5 જોન બનાવી યુવાઓને તાલીમ બધ્ધ કરવામાં આવે છે, ત્યારે આ યોજના અંતર્ગત પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અમદાવાદની પ્રાદેશિક કચેરી દ્વારા ગત 4 નવેમ્બરથી 14 નવેમ્બર એમ કુલ દસ દિવસ માટે વેસ્ટ જોન પ્રિ રિપબ્લિક ડે પરેડ કેમ્પ 2019નું આયોજન થયું હતું.
જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગોવા, મહારાષ્ટ્ર, દીવ દમણ અને ગુજરાત તેમ કુલ 7 રાજયોના 200 વિધ્યાર્થીઓને તાલીમ બધ્ધ કરાયા બાદ 40 વિદ્યાર્થીઓની પસંદગી કરાવામાં આવી હતી, ત્યારે ગુરૂવારના રોજ કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. અનિલભાઈ નાયક, પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, મેડિકલ કોલેજના ડિન NSS ડાયરેક્ટર ગિરધર ઉપાધ્યાય સહિત કારોબારી સભ્યો શૈલેષભાઈ પટેલ અને સ્નેહલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.