પાટણમાં નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીના ચેરમેને સમીક્ષા બેઠક યોજી - નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારી
પાટણ: રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાના અધ્યક્ષ સ્થાને પાટણ સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સફાઈ કર્મચારી યુનિયન સાથે બેઠક યોજી સફાઈ કર્મચારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા. આ બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
નેશનલ કમિશન ફોર સફાઇ કર્મચારીના ચેરમેને પાટણમાં સમીક્ષા બેઠક યોજી
આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના સફાઇ કર્મચારીઓનું હિત અને તેમનું સંવર્ધન કરવું આયોગની પ્રાથમિક ફરજ છે. સફાઈ કર્મચારીઓને સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક સમાનતા મળે તે માટે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ પ્રયત્નબદ્ધ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના આગ્રહી છે, રાજ્ય સરકાર પણ સફાઈકર્મીઓના હિત બાબતે હકારાત્મક વલણ ધરાવે છે. સફાઈ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓનું નિવારણ થાય અને તેમનું માન-સન્માન જળવાય તે જરૂરી છે.