ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાઈરસને પગલે પાટણમા ST બસોની સફાઈ - Patalatest news

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને પગલે ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના ભાગ રૂપે આ મહામારથી બચવા માટે અનેક લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ એસ.ટી ડેપો કોરોના વાઈરસ માટે સતર્ક બન્યું છે. જેના કારણે તમામ બસોની સફાઈ હાથ ધરાઇ હતી.

etv bharat
કોરોના વાઈરસને પગલે પાટણમા ST બસોની સફાઈ

By

Published : Mar 17, 2020, 12:36 AM IST

Updated : Mar 17, 2020, 4:02 PM IST

પાટણઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઈરસને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ ગુજરાત સરકારે શાળા કોલેજોમાં 15 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. ત્યારે કોરોના વાઈરસની દહેશતના પગલે પાટણ એસ ટી ડેપોમાં કચરો દૂર કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ પાટણ ડેપોની તમામ બસોની સાફ સફાઈ કરી તેને કેમિકલ પ્રોસેસ વડે ધોઈને જ બસ સ્ટેન્ડમાં મૂકવામાં આવી હતી. બસની અંદર પણ કોઈપણ પ્રકારની ગંદકી ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સ્લીપર બસોની બારીઓના પડદા પણ દૂર કરવામાં આવ્યા છે.

પાટણમા ST બસોની સફાઈ
Last Updated : Mar 17, 2020, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details