- પાલિકા ચીફ ઓફિસર દ્વારા કોગ્રેસનું બેનર ઉતારતા મચ્યો હોબાળો
- કોગ્રેસના સમર્થકો અને ચીફ ઓફિસરનો કર્યો ઘેરાવો
- હોબળા વચ્ચે કોગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા ઘટના સ્થળે
પાટણ- કોંગ્રેસી ધારાસભ્ય ડો. કીરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે શહેરના બગવાડા દરવાજા સહિત વિવિધ વિસ્તારોમાં સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવતા બેનરો લગાડવામાં આવ્યા હતા, ત્યારે સાંજના સુમારે ચીફ ઓફિસર પાંચાભાઇ માળી સ્ટાફ સાથે બેનરો ઉતારવા આવી પહોંચ્યા હતા અને તેની જાણ ધારાસભ્યના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરોને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને આપ ખુદશાહી રીતે બેનરો ઉતારવાના ચીફ ઓફિસરના હઠાગ્રહના પગલે ઘર્ષણ સર્જાયું હતું.
આ પણ વાંચો- મુંબઈમાં BJYM કાર્યકરો સાથે ઘર્ષણ બાદ શિવસેનાના 7 સભ્યો સામે FIR
સમર્થકોએ ચીફ ઓફિસરને ઘેરી લીધા હતા
ચીફ ઓફિસરે ધારાસભ્યના સમર્થકોને જણાવ્યુ હતું કે, તમે ભાજપના બેનરો પર ધારાસભ્યની શુભેચ્છાના બેનરો લગાવ્યા છે અને તેમના કહેવાથી બેનરો ઉતારવા આવ્યો છું. તમે મારું કંઈ નહીં કરી શકો તેમ કહેતાં સમર્થકોએ આક્રોશ ભેર ચીફ ઓફિસરને ઘેરી લેતાં ભારે ઉન્માદ સાથે વાતાવરણ તંગ બન્યું હતું.