ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં શહેરીજનો કરી રહ્યા છે આયુર્વેદ ઉકાળનું સેવન

શહેરમાં કોરોના વાઇરસની મહામારી સામે શહેરીજનોમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે પાટણ સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી ભોગીલાલ લહેરચંદ આયુર્વેદિક હોસ્પિટલમાં પ્રતિદિન 600 લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. શક્તિવર્ધક આ ઉકાળો પીવા અને લેવા સવારથી જ લોકો અહી આવે છે. અત્યાર સુધીમાં 39,500 લોકોએ આ ઉકાળાનું સેવન કર્યું છે.

આયુર્વેદ ઉકાળનું સેવન કરતા શહેરીજનો
આયુર્વેદ ઉકાળનું સેવન કરતા શહેરીજનો

By

Published : May 6, 2020, 3:46 PM IST

પાટણ : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબુમાં લેવા માટે ભારત સરકારના આયુષ્ય મંત્રાલયે ભારતમાં વિવિધ આયુર્વેદિક ઉપચાર પધ્ધતિઓ અપનાવવા સૂચનો કર્યા છે. કોરોના વાઇરસ એ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિને ઝડપથી લપેટમાં લે છે. જેથી પાટણની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં દરરોજ આ શક્તિ વર્ધક ઉકાળો બનાવવામાં આવે છે.

શહેરીજનો કરી રહ્યા છે આયુર્વેદ ઉકાળનું સેવન

કોરોના મહામારીને લઇ પહેલા પ્રતિદિન 100 લીટર ઉકાળાનું વિતરણ કરવામાં આવતું હતું. જ્યારે કોરોના મહામારી ફેલાતા હાલમાં 600 લીટર ઉકાળો બનાવી તેનું વિતરણ કરવામાં આવે છે. આ ઉકાળાનુ સેવન કરવા આવતા શહેરીજનો પોતાના પરિવારજનો માટે પણ વાસણોમાં આ ઉકાળો ઘરે લઈ જાય છે.

આયુર્વેદ ઉકાળનું સેવન કરતા શહેરીજનો
જિલ્લાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર ભાર્ગવ ઠક્કરે કોરોના વાઇરસની મહામારી સામે સાવચેત રહી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા કેટલાક સૂચનો કરી જણાવ્યું છે કે, દરેક વ્યક્તિએ નિત્ય યોગ અને વ્યાયામ કરવો જોઈએ, ખાવા પીવાની ચીજવસ્તુઓમાં સૂંઠ સહીત ગરમ વસ્તુઓનો ઉપયોગ વધુ કરવો, હળદળના મિશ્રણવાળા દૂધનુ સેવન તેમજ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે હર્બલ ટી, ચ્યવનપ્રાસનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
આયુર્વેદ ઉકાળનું સેવન કરતા શહેરીજનો
આ તકે આયુર્વેદિક હોસ્પિટલમાં દરરોજ સવારે ઉકાળનું સેવન કરવા આવતા લોકોએ પણ હોસ્પિટલના વૈદ્ય અને સ્ટાફના કામની સરાહના કરી હતી.

ABOUT THE AUTHOR

...view details