પાટણ: રાણકી વાવ(Bhupendra Patel Visit Rankivav)ના ઐતિહાસિક ભવ્ય વારસાની પ્રશંસા કરતા મુખ્ય પ્રધાને વિઝીટર બુકમાં લખ્યુ કે, આજે ઐતિહાસિક નજરાણું પાટણની રાણીની વાવને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની પ્રાચીન ભવ્યતાના દર્શન થયા છે.
Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો
ભારતની પ્રાચીન ભવ્યતાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી યુનેસ્કો (PM Modi UNESCO)દ્વારા રાણીની વાવને વૈશ્વિક ધરોહરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જે આપણા સૌ માટે આનંદ અને ગૌરવની વાત છે. આવનારા દિવસોમાં આવા વિરાસત સ્થાનોને યોગ્ય માન સન્માનથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થશે તેવી તેમણે કામના કરી હતી.
Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ મુખ્યપ્રધાનની સાકર તુલના
પાટણની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાને વીર મેઘમાયા સ્મારક (Vir meghmaya smarak)ના દર્શન કર્યા હતા. આ સમયે વીર મેઘમાયા ફાઉન્ડેશનના આગેવાનો અને કાર્યકરોએ મુખ્યપ્રધાનની સાકર તુલના કરી તેમનું સન્માન કર્યું હતું.
Bhupendra Patel Visit Rankivav: મુખ્ય પ્રધાને નિહાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવ