પાટણ:હારીજ APMCના ચેરમેનની મંડળી દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદીમાં ગેરરીતિ બહાર આવતા ખળભળાટ મચ્યો છે. તેમજ આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા બે દિવસથી APMCના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે બે દિવસ બાદ ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી પોતાની રાજકીય કારકિર્દી ખલાસ કરવાનું રટણ કર્યું હતું.
મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવા માટે આ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જોકે આ તમામ આક્ષેપો પાયાવિહોણા હોવાનું ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કૌભાંડ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો: હારીજ APMCમાં ટેકાના ભાવે ચણા ખરીદી કૌભાંડ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને એપીએમસીના ચેરમેન ભગવાનભાઈ સામે કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. જેમાં જે ગામમાં ચણાનું વાવેતર થયું નથી. તેવા ગામના ખેડૂતોના નામ રજીસ્ટ્રેશન થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ તમામ આક્ષેપોને લઈને APMC ચેરમેન ભગવાનભાઈ ચૌધરી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતાં. જોકે બે દિવસ બાદ તેઓએ પોતાના પર લગાવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતાં.
આ પણ વાંચો:Chickpea purchase scam: હારીજ APMCમાં ચણા કૌભાંડમાં APMC ચેરમેનનું નામ સામે આવ્યું
APMCના ચેરમેને કર્યો ખુલાસો - હારીજ ગંજ બજારમાં(Harij Ganj Bazaar) APMCના ચેરમેન ભગવાનભાઈ ચૌધરીએ (Organize press conference) માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી મારી પત્નીની બીમાર હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જેથી હું દવાખાને હોવાથી કોઈના ફોન ઉપાડ્યા નહોતા અને હાજર રહી શક્યો ન હતો. ચણા ખરીદી બાબતે તેઓએ જણાવ્યું હતું કે ચણા ખરીદીમાં ગુજકોમાસોલમાં નોંધણી(Registration in Gujcomasol) થયેલ યાદી મંડળી પાસે આવે તે પ્રમાણે મંડળીમાં લેવાનો હોય છે. કયા ગામે કયું વાવેતર થયું છે. એ તપાસવાનો વિષય મંડળીનો નથી પણ મંડળીનો રોલ ગુજકોમાસોલની જે યાદી(List of Gujcomasol) આવે તે પ્રમાણે દરેક ખેડૂતોને બોલાવી માલની ક્વોલિટી અને કોન્ટીટી નક્કી કરવાનો છે.
આ પણ વાંચો:Harij APMC Scam : અડીયા ગામમાં ચણાનું વાવેતર થયું ન હોવા છતાં 14 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું
મારા પર થયેલા આક્ષેપો પાયાવિહોણા -મારી રાજકીય કારકિર્દી ખલાસ કરવા માટે આ આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે જોકે આ તમામ આક્ષેપો પાયાવિહોણા(allegations are baseless ) હોવાનું ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે આ બાબતે સરકારે તપાસના આદેશ આપ્યા છે જે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.