- નગરદેવી કાલિકા મંદિરમાં ભક્તિમય માહોલમાં નવરાત્રિનો પ્રારંભ
- પ્રથમ દિવસે માતાજીને વિશિષ્ટ ફુલોની આંગી કરાઈ
- શ્રદ્ધાળુ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
- નવરાત્રિ દરમિયાન માતાજીને વિવિધ અલંકારોથી સુશોભિત કરાશે
પાટણ: જિલ્લાના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત નગરદેવી કાલિકા માતાનું પ્રાચીન મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. જે આદ્યશક્તિ માઁ કાલિકા અને મહાલક્ષ્મીના સ્વરૂપમાં ભદ્રકાળી માતા બિરાજમાન છે.
આ પણ વાંચો:આજે ચૈત્રી નવરાત્રીની સાથે સવંત 2078 ના નવા વર્ષનો પણ પ્રારંભ
શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા
મંગળવારે વસંતિકા એટલે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે માતાજીને વિશિષ્ટ શૃંગાર કરવામાં આવ્યા હતા. પુજારી દ્વારા માતાજીની દૈદીપ્યમાન મૂર્તિને દેશ-વિદેશમાંથી ખરીદેલા ડાયમંડના આભૂષણોથી સુશોભિત કરવામાં આવી હતી, સાથે જ મુંબઈ અને કલકત્તાના રંગબેરંગી ફૂલોની નયનરમ્ય આંગી કરવામાં આવી હતી. જ્યાં શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિના દર્શન કરી આશિર્વાદ મેળવ્યા હતા.
નગરદેવી કાલિકા મંદિરમાં ભક્તિમય માહોલમાં નવરાત્રિનો પ્રારંભ આ પણ વાંચો:ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે
નવરાત્રિના પ્રારંભે મંદિર પરિસરમાં યોજાયો યજ્ઞ
નવરાત્રિના પ્રારંભે નગરદેવી કાલિકા માતા મંદિરમાં યજ્ઞ પણ યોજાયો હતો. જેમાં યજમાન પરિવારે મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિઓ આપી હતી. મંદિર પરિસરમાં આઠ દિવસ સુધી નવરાત્રિ મહોત્સવમાં માતાજીને નિત-નવા વસ્ત્રો તેમજ અલંકારોથી સુશોભિત કરવામાં આવશે.