ગુજરાત

gujarat

ETV Bharat / state

નોરતા ખાતે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની કરાઈ ઉજવણી - latest news in patan

આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને નોરતા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કન્યા લક્ષ્મી પૂજન કરી વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા બેબીકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

norta
નોરતા ખાતે આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની કરાઈ ઉજવણી

By

Published : Oct 22, 2020, 9:41 AM IST

● નોરતા ખાતે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની કરાઈ ઉજવણી
● દીકરીના વધામણા કરી કરાયુ પૂજન
● ગામ લોકોએ ફાળો એકત્ર કરી દીકરીઓની માતાઓને કર્યો અર્પણ

પાટણ: આંતરરાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને નોરતા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કન્યા લક્ષ્મી પૂજન કરી વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા બેબીકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગામ લોકોની અનોખી પહેલને જિલ્લા વિકાસ અધિકારીએ આવકારી

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પાટણના બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં નોરતા આશ્રમના મહંતશ્રી દોલતરામ બાપુની ઉપસ્થિતિમાં દિકરી વધામણા કરી કન્યા લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વ્હાલી દિકરી યોજનાના હુકમો તથા બેબીકીટનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે બોરસણ ગામના બે સખીમંડળોને મહિલા ઉત્કર્ષ યોજનાના હુકમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. નોરતાના ગ્રામજનો દ્વારા લોકફાળો એકત્ર કરી દિકરીને જન્મ આપનાર માતાઓને ફિક્સ ડિપોઝીટ રૂપે મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દિકરીઓના જન્મને આવકારનો ભાવ પ્રકટ કર્યો

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખે જણાવ્યું કે, જાણે-અજાણે ઘણા લોકો ગર્ભપાત જેવી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે, જે ખૂન જેટલો ગંભીર ગુનો છે. આવા સમયે લોકફાળો એકત્ર કરી આ રકમ દિકરીને જન્મ આપનાર દંપતિને પ્રોત્સાહિત કરવા ફિક્સ ડિપોઝીટ તરીકે આપવાની પહેલ પ્રેરણાદાયી છે. આ જ બાબત ગ્રામજનોના ઉચ્ચ નૈતિક મૂલ્યોને ઉજાગર કરે છે. દિકરીઓના સન્માનના પ્રતિકરૂપે પુણે ખાતે યોજાયેલી મેરેથોનમાં ભારતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર હાજીપુરની દોડવીર નિરમાબેન ઠાકોરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ બેટી બચાવોના શપથ ગ્રહણ કરી દિકરીઓના જન્મને આવકારનો ભાવ પ્રકટ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details