ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો - PATAN NEWS

પાટણઃ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 અને 35A હટાવીને જમ્મુ કાશ્મીર અને લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

PATAN

By

Published : Aug 6, 2019, 1:23 PM IST

ભારત દેશની આઝાદી બાદ અખંડ ભારતની રચના સમયે કાશ્મીરનો વિવાદ સર્જાયો હતો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ લાગુ કરવામાં આવી હતી. ત્યારથી કાશ્મીર ભારતનું હોવા છતાં અહીં અલગ કાયદાઓ લાગુ પડતા હતા. ત્યારે વર્તમાન સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 ની કલમ હટાવી દેતા ભારત દેશનું 70 વર્ષ જુનું સપનું સાકાર થયું છે. જેને લઈ દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તથા ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.

પાટણ ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો,ETV BHARAT

પાટણમાં પણ જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે એકત્ર થઈ સરકારના આ ઐતિહાસિક નિર્ણયને આવકારી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

ભાજપના આગેવાનો અને કાર્યકરોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની આ કામગીરીને બિરદાવી હતી. તથા "ભારત માતા કી જય" વંદે માતરમના નારા લગાવી પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details