ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Jagannath Rathyatra : જગન્નાથજીના આંખેથી પાટા ખોલતા જ મંદિરનું વાતાવરણ બન્યું આહલાદ - Jagdish temple in Patan

પાટણમાં જગદીશ મંદિર ખાતે ભગવાનનો નેત્રોત્સવ યોજાયો હતો. જેમાં શુભ મુહૂર્તમાં જગન્નાથજીને (Patan Jagannath Rathyatra) આંખે બાંધેલા પાટા ખોલવામાં આવ્યા હતા. ત્યારે મંદિરમાં ઉભેલા શ્રદ્ધાળુએ (Netrotsav Vidhi at Patan) જય રણછોડ માખણ ચોરનો નાદ સાથે ધન્યતા અનુભવી હતી.

Patan Jagannath Rathyatra : જગન્નાથજીના આંખેથી પાટા ખોલતા જ મંદિરનું વાતાવરણ બન્યું આહલાદ
Patan Jagannath Rathyatra : જગન્નાથજીના આંખેથી પાટા ખોલતા જ મંદિરનું વાતાવરણ બન્યું આહલાદ

By

Published : Jun 29, 2022, 2:39 PM IST

પાટણ :પાટણ શહેરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે જગન્નાથ (Patan Jagannath Rathyatra) યાત્રાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે આજે ભગવાનને આંખે બાંધવામાં આવેલા પાટા વિધિવત રીતે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રો ચાર સાથે ખોલવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ ભગવાનના (Netrotsav Vidhi at Patan) નેત્રોત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જય રણછોડ માખણ ચોર ના નાદ સાથે વાતાવરણને ગુંજી મૂક્યું હતું.

આ પણ વાંચો :પાટણમાં ભગવાન જગન્નાથજીની પ્રતીકાત્મક રથયાત્રા માટે મંજૂરી માંગવામાં આવી

આંખે બાંધવામાં આવેલા પાટા ખોલ્યા - દેશની ત્રીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે પાટણ શહેરના રાજમાર્ગો ઉપર નીકળવાની છે. જેને લઈને મંદિર પરિસર ખાતે હાલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેઠ વદ અગિયારસના (Patan Jagannath Rathyatra 2022) દિવસે ભગવાનની તબિયત નાદુરસ્ત હોવાનો ભાવ વ્યક્ત કરી ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્ર અને વિવિધ ઔષધીય દ્રવ્યોનું મિશ્રણ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે અમાસના દિવસે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે બાંધવામાં આવેલા પાટા વિધિવત રીતે ખોલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Patan Jagannath Rathyatra: ભગવાન જગન્નાથનો મહાઅભિષેક કરવામાં આવ્યો

વાતાવરણને ભક્તિમય - પૂજારી સહિત મંદિરના ટ્રસ્ટીઓએ પૂજા વિધિ કરી ભગવાનની આરતી ઉતારી નેત્રોત્સવ ઉત્સવ મનાવ્યો હતો. પુજારી દ્વારા ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવામાં આવતા ઉપસ્થિત ભક્તોએ જય રણછોડ માખણ ચોરના નો જય ઘોષ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, જગદીશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજે ભગવાનના નેત્રો ખોલવામાં આવ્યા છે, જ્યારે સાંજે સત્યનારાયણની કથા તેમજ આવતીકાલે સવારે ભગવાન જગન્નાથનો મહાભિષેક કરવાનું છે. જેમાં ભગવાન ઉપર સહસ્ત્ર ધારા કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details