ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ દીપ પ્રજ્વલિત કરાયા - ચક્રવતી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહ

પાટણ નગરના 1274માં સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ શહેરના બગવાડા દરવાજા ખાતે નગરપાલિકા ઉત્સવ સમિતિ દ્વારા 1274 દીપ પ્રજ્વલિત કરી ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ
પાટણ

By

Published : Feb 14, 2020, 10:52 PM IST

પાટણ : વિક્રમ સવંત 802માં વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી ઐતિહાસિક નગર પાટણની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ રાજ્યમાં ચાવડા, વાઘેલા, સોલંકી જેવા અનેક મહાન વીર રાજપૂતોએ આ પાવન ભૂમિ પર રાજ કરી પાટણની ભૂમિને ઐતિહાસિક વીર ભૂમિ બનાવી હતી.

પાટણના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ દીપ પ્રજ્વલિત કરાયા

ચક્રવતી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહ જેવા મહાન પરાક્રમી રાજા પણ આ ભૂમિ પર થઈ ગયા તેમના શાસનમાં શિક્ષણ, સંસ્કૃતિ,શિલ્પ સ્થાપત્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યુ હતુ. ત્યારે મહાવદ સાતમના દિવસે પાટણના 1274માં સ્થાપના દિનની ઉજવણીના ઉપલક્ષયમા સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ બગવાડા દરવાજા ખાતે સ્થાપના દિન ઉત્સવ સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સંયુક્ત ઉપક્રમે 1274 દીપ પ્રગટાવી ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ લાલેશ ઠક્કર, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી સહિત રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details