ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

પાટણ: વિવિધ પાયાના પ્રશ્નોના નિરાકરણ અને શહેરના રાજમહેલ રોડ પર વૃક્ષોને કપાતા અટકાવવા માટે પાટણના પર્યાવરણ પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી.

પાટણના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

By

Published : Oct 11, 2019, 1:51 AM IST

પાટણમાં વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું , પ્રબુદ્ધ નાગરિકોએ જણાવ્યું હતું કે, પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા રાજમહેલ રોડ પર ડિવાઈડરની જરૂર ન હોવા છતાં માત્ર ગ્રાન્ટ વાપરવાના ઈરાદાથી ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે, જેને કારણે ટ્રાફિક ની સમસ્યા વધી છે. સાથે સાથે આ ડિવાઈડર એવી રીતે બનાવાયું છે કે રોડની સાઈડ પરના વૃક્ષો કાપવા પડે તેવી પરિસ્થિતિ ઉભી કરી છે. રાજમહેલ રોડ પરના લીલાછમ વૃક્ષો ન કાપવા દેવામાં આવે તેમજ ડિવાઈડર દૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

પાટણના અગ્રણીઓએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

આ ઉપરાંત શહેરમા રખડતા ઢોરોની સમસ્યા, વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, ટ્રાફિકની જટિલ સમસ્યા,ગંદકી, અને રોડ રસ્તા પરના ખાડાઓ દૂર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details