ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે CBSE વેસ્ટ ઝોન 30 ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો આરંભ થઈ ગયો છે. રમત ગમત અધિકારી અને કેમ્પસ ડાયરેકટર સહિતના હોદ્દેદારો દ્વારા મશાલ પ્રજ્જવલિત કરી, ટેબલ ટેનિસના પ્રતિક સમા બલૂન હવામાં તરતો મુુકી ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો હતો.
પાટણમાં CBSE વેસ્ટ ઝોન ટેબલ ટેનિસ સ્પર્ધાનો પ્રારંભ - સીબીએસસી વેસ્ટ ઝોન
પાટણઃ નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઇ સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના યજમાન પદે CBSE વેસ્ટ ઝોન 30 ખાતે ત્રિ-દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલી અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં અલગ અલગ રાજ્યોની CBSE શાળાના 307 વિદ્યાર્થીઓ ભાગ લેશે.
patan_west zone cluster table tennis tournament
આ ટુર્નામેન્ટમાં ગુજરાત, દીવ, દાદરા અને નગરહવેલીની CBSE શાળાની 36 ટીમોના 307 વિદ્યાર્થીઓએ ભાગ લેશે. કેમ્પસ ડાયરેકટર જે.એચ.પંચોલીએ રમતવીરોને રમતગમત ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.