પાટણઃ પાટણમાં રહેતા ડોક્ટરના ભાઈનો ન્યૂડ વિડીયો બનાવી whatsapp માં ઓડિયો કોલ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી (case of the honey trap)આપતી ટોળકી ઝડપાઇ છે. પાટણ એલસીબી પોલીસે(Patan LCB Police) રૂપિયા પાંચ લાખની માગણી કરનાર ટોળકીના ત્રણ ઈસમોને (A gang caught blackmailing doctors in Patan) ઝડપી લીધા હતા અને અન્ય સાગરિતો (Patan Crime News) ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
શું હતો મામલો -પાટણ ડીસા હાઇવે રોડ ઉપર આવેલી જાણીતી ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડોકટર મનહરના મોબાઈલ ઉપર અલગ અલગ સમયે 9574205127 નંબર ધારકે ઉપરથી whatsapp માં ઓડિયો કોલ આવ્યાં હતાં. તબીબના દિયોદર ખાતે રહેતા અને પશુ ડોક્ટર તરીકે ફરજ બજાવતા ભાઈનો ન્યૂડ વિડીયો (case of the honey trap)મોકલી રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો ન્યુડ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે તબીબે પોતાના ભાઈ સાથે વાત કરતા ટોળકીએ લલચાવી નગ્ન વિડીયો બનાવી પૈસા પડાવવા બ્લેકમેલ કરતા હોવાની વાત કરી હતી. આથી ડોક્ટરે પાટણ સાયબર સેલને (Patan Cyber Cell) હકીકતથી વાકેફ કરી અરજી આપતા પાટણ બી ડિવિઝન પોલીસે ગુનો (Patan Crime News)નોધી તપાસ એલસીબીને સોંપી હતી.
આ પણ વાંચોઃ વેપારીને શાપૅ શૂટર એન્થોનીના નામે ધમકી, 11 કરોડ આપી દેજે બાકી જીવતો બચવા નહીં દઉ