ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવને પગલે આક્ષેપો વચ્ચે તપાસ - પાટણમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવ

પાટણની શાળામાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઊંધો લટકાવી માર મારવાના બનાવ (Case of beating student in Patan )ને પગલે આજે શાળામાં તપાસનો ધમધમાટ (Education Department investigation Start )જોવા મળ્યો હતો. શાળા મંડળના ટ્રસ્ટીઓ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સહવિદ્યાર્થીઓ તથા અન્ય શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા હતાં.

પાટણમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવને પગલે આક્ષેપો વચ્ચે તપાસ
પાટણમાં વિદ્યાર્થીને માર મારવાના બનાવને પગલે આક્ષેપો વચ્ચે તપાસ

By

Published : Dec 24, 2022, 9:21 PM IST

શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા સહવિદ્યાર્થીઓ તથા અન્ય શિક્ષકોના નિવેદન લેવાયા

પાટણની શેઠ એમ.એન.પ્રાથમિક શાળા (Patan Sheth M N Primary School ) માં ધોરણ આઠમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતો હતો ત્યારે શિક્ષક મયંક પટેલ દ્વારા ઠપકો આપવાના બદલે વિદ્યાર્થીને પાળી ઉપર ઊંધો લટકાવી માર મારતા શરીરના ભાગે નિશાનો ઉપસી Case of beating student in Patan ) આવ્યા હતાં. ગુરુવારે બનેલ આ બનાવની જાણ વિદ્યાર્થીઓએ ઘરે આવી માતાપિતાને કરતા બીજા દિવસે તેઓ શાળામાં દોડી આવ્યા હતાં. અને શિક્ષક વિરુદ્ધ પગલા ભરવા આચાર્યને લેખિતમાં રજૂઆત કરી હતી.

આ પણ વાંચો વડોદરાના લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો ઢોર માર માર્યો, ઘટના થઈ CCTVમાં કેદ

શાળાના (Patan Sheth M N Primary School )આચાર્ય વસંત પટેલે જણાવ્યું હતું કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને મારમારવામાં આવ્યો Case of beating student in Patan )હોવાની ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી છે. જે અનુસંધાને તપાસ કરતા અમને જાણકારી મળી છે કે આ વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓને મોબાઈલ પર મેસેજ કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી દરેક પાસાંની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાનો વિડીયો વાયરલ, શિક્ષક સસ્પેન્ડ

કારોબારી બેઠક બોલાવી તપાસ કરાશે:મનોજ પટેલ ઉત્તર ગુજરાત યુવક મંડળના કારોબારી સભ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે વાલી તરફથી લેખિતમાં મળેલી ફરિયાદને આધારે આગામી દિવસોમાં કારોબારી બોલાવી આ બનાવ Case of beating student in Patan )અંગે તપાસ કરવામાં આવશે. જે કસૂરવાર હશે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. વાલી દ્વારા પણ શિક્ષક સાથે હાથાપાય કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. પણ શિક્ષક સાથે રૂબરૂ મુલાકાત થઈ નથી તેમની સાથે મુલાકાત કર્યા બાદ તે બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે.

તપાસનો ધમધમાટ શરૂઆ ચકચારી બનાવને પગલે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (Education Department investigation Start ) એ તપાસનો ધમધમાટ શરૂ કરી બનાવની (Case of beating student in Patan )સત્યતા જાણવા અને અહેવાલ તૈયાર કરવા પાટણ તાલુકા બીટ કેળવણી નિરીક્ષક ચંદ્રકાંત ઠક્કરને શાળામાં મોકલ્યા હતાં. જેઓએ સહવિદ્યાર્થીઓ શિક્ષકો ભોગ બનનાર વિદ્યાર્થી અને વાલીના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ બાબતે તમામ અહેવાલ તૈયાર કરી જવાબદાર અધિકારીને સોંપવામાં આવશે. પાટણની એમ.એન પ્રાથમિક શાળા (Patan Sheth M N Primary School ) માં વિદ્યાર્થીને મારવાના ચકચારી બનાવની સત્યતા તો તપાસ બાદ જ બહાર આવશે હાલ તો આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details