ગુજરાત

gujarat

ETV Bharat / state

Carrot Cultivation in Patan : કમોસમી વરસાદે પાટણના ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં જેની માંગ છે તેવા પાટણના લાલ ચટાક ગાજરનું આ વર્ષે ઓછું વાવેતર થયું છે. કમોસમી વરસાદને કારણે ગાજરનું ઉત્પાદન ઓછું થયું છે. જેને કારણે ગાજરના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. કમોસમી વરસાદે પાટણમાં ગાજરની ખેતી કરતા ખેડૂતોને રોવડાવ્યા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 2:48 PM IST

Carrot Cultivation in Patan

પાટણ : પ્રતિવર્ષ પાટણ પંથકના ખેડૂતો રવી સીઝનમાં ગાજરનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. આ વિસ્તારની જમીન ગાજરના ઉત્પાદન માટે અનુકૂળ છે. આ ગાજરની માંગ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ જોવા મળે છે. ખાસ કરીને આ લાલચટ્ટાક ગાજર દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં ટ્રકો ભરી મોકલવામાં આવે છે.

માવઠાના કારણે પાક બગડ્યો : ચાલુ વર્ષે પાટણ પંથકમાં 550 હેક્ટર વિસ્તારમાં ગાજરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ગાજરના યોગ્ય ભાવ મળશે તેવી ખેડૂતોને આશા હતી પણ કમોસમી માવઠાએ ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. ગત વર્ષે શરૂઆતમાં 300થી 400 રૂપિયાના મણના ભાવ હતા, તેની સામે ચાલુ વર્ષે 120થી 140 રૂપિયાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે, તેથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. કમોસમી વરસાદને કારણે ગાજરમાં ટાંકી પડવાને કારણે તેની ગુણવત્તા સારી ન હોવાથી ભાવ ઘટ્યા છે.

વાવેતર પાછળ આટલો ખર્ચો થાય છે : એક વિઘા ખેતરમાં ગાજરનું વાવેતર કરવા પાછળ અંદાજે રૂપિયા 10,000 જેટલો ખર્ચ થાય છે. જેની સામે હાલના ભાવ જોતા પાણી, બિયારણ, ખાતર, દવાનો છંટકાવ, મજૂરી તેમજ ખેડૂતોને મહેનતનુ ફળ પણ મળે તેમ નથી. ત્યારે સરકારે ગાજરની ખેતીને જીવંત રાખવા તેના નિકાસ અને ભાવ માટે યોગ્ય પગલાં ભરવા જોઇએ.

જિલ્લામાં આ વિસ્તારમાં પાકનું વાવેતર થાય છે : પાટણ ઉપરાંત આસપાસના રામનગર, ગોલાપુર, રૂની, હાજીપુર, વામૈયા, રાજપુર, માંડોત્રી અને હાંસાપુર સહિતના વિસ્તારમાં ગાજરનું 550 હેકટરમાં વાવેતર થયું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

  1. જુનાગઢ ન્યૂઝ: રાજ્યમાં 'નકલી'નો રાફડો ફાટ્યો, જૂનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો
  2. હવે સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે, ૧૨ પાસ ઉમેદવારો હવે નહીં આપી શકે તલાટી કમ મંત્રીની પરીક્ષા

ABOUT THE AUTHOR

...view details