રાધનપુર પેટાચૂંટણીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ, ભાજપ-કોંગ્રસ સામ-સામે - રાધનપુર પેટાચૂંટણી
રાધનપુરઃ પેટા ચૂંટણી જાહેર થતા ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રસ, NCP અને ડમી સહિત 19 ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
રાધનપુર પેટાચૂંટણીમાં ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભાજપ, કોંગ્રસ સામસામે
પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકની અલ્પેશ ઠાકોરના રાજીનામાના કારણે અને ત્યાર બાદ કોંગ્રેસમાંથી છેડો ફાડી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા રાધનપુર વિધાન સભાની બેઠક ખાલી પડી હતી, ત્યારે આ ખાલી બેઠક ભરવા માટે ચૂંટણી પંચ દ્રારા પેટા ચૂંટણી જાહેર કરવામા આવતા અને સોમવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પ્રાંત કચેરી રાધનપુર ખાતે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દરેક પક્ષના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ આવી ફોર્મ ભર્યા હતા.