ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવવા માટે ખેડૂત શિબિર યોજાઈ

પાટણઃ પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ તાલુકાના ખેડૂતો માટે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન બનાવવા માટે ખેડૂત શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પ્રદેશ કિશાન વિકાસ સંઘના આગેવાનો એ ખેડૂતોને કિશાન પ્રોડ્યુસર કંપનીથી થતા ફાયદાઓ અંગેને વિસ્તૃત માહિતિ આપી હતી.

પાટણમાં ખેડૂતો માટે યોજાઇ શિબિર

By

Published : Jul 12, 2019, 12:55 PM IST

પાટણ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં ખેડૂત તજજ્ઞોએ ખેત પેદાશોના પ્રોસેસિગ થકી ડાયરેક્ટ માર્કેટ એપ્રોચ બનાવી વધુ ભાવ મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરાય તે અંગેનુ માર્ગદર્શન આપી કિશાન પ્રોડ્યુસર કંપનીમાં જોડાવવા ખેડૂતોને આહવાન કર્યું હતુ. નાબાર્ડ અધિકારીએ પ્રોડ્યુસર કંપનીને સરકાર તરફથી મળતા લાભ અંગેની માહિતી ખેડૂતોને આપી હતી.

પાટણમાં ખેડૂતો માટે યોજાઇ શિબિર

ખેડૂત શિબિરમાં જળ શક્તિ અભિયાન અંતર્ગત પાણી બચાવવા માટેના અને વરસાદી પાણીના સંગ્રહ માટેના સંકલ્પ લેવડાવ્યા હતાં, તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્રારા વોટર હાર્વેસ્ટિંગ બાબતે મોડલ બતાવી ખેડૂતોને માહીતી આપવામા આવી હતી.

ABOUT THE AUTHOR

...view details