ગુજરાત

gujarat

ETV Bharat / state

કેબિનેટ પ્રધાને તૈયાર થઇ રહેલા આઇસોલેશન વોર્ડની કરી મુલાકાત - કોરોના વાયરસ ન્યુઝ

પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઈરસ સંક્રમણની ભવિષ્યની અસરોને ધ્યાને લઈ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

corona
corona

By

Published : Apr 1, 2020, 9:41 PM IST

પાટણ:શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વાઈરસ સંક્રમણની ભવિષ્યની અસરોને ધ્યાને લઈ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપકુમાર ઠાકોરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા કેબિનેટ પ્રધાનને આઈસોલેશન વોર્ડ અંગે જરૂરી વિગતોથી અવગત કરાવવામાં આવ્યા હતા.

કેબિનેટ પ્રધાને તૈયાર થઇ રહેલા આઇસોલેશન વોર્ડની કરી મુલાકાત

શ્રમ અને રોજગાર પ્રધાને જણાવ્યું હતુ કે, કોરોના વાઈરસ સંક્રમણની શક્યતાઓ અને તેની ગંભીર અસરોને પહોંચી વળવા રાજ્ય સરકાર સતત પ્રયત્નબદ્ધ છે. પાટણ જિલ્લાની જનતાને સમયસર આવશ્યક સારવાર મળી રહે તે માટે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખુબ ટુંકા ગાળામાં વેન્ટીલેટરની સુવિધા સાથે 30 બેડની ક્ષમતા ધરાવતો આઈસોલેશન વોર્ડ તૈયાર થઈ જશે.


આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ કોરોના વાયરસ નિયંત્રણના વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે નેશનલ રૂરલ હેલ્થ મિશન હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details