ગુજરાત

gujarat

ETV Bharat / state

દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણમાં જર્જરીત મકાનનોને કરાયા જમીન દોસ્ત - Stripping the house

પાટણઃ ચોમાસામાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. પાટણ શહેરમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણ નગરપાલિકાએ સાવચેતીનાં પગલા ભર્યા છે. જેને લઇને પાટણ પાલિકાએ આવા જુના મકાનોને પોલીસ બંદોબસ્ત સાથે ઉતારી લેવાની કામગીરી શરુ કરી છે.

દુર્ઘટના ન સર્જાય તે માટે પાટણમાં ભયજનક મકાન ઉતારી લેવાયા

By

Published : Jul 2, 2019, 1:14 AM IST

ચોમાસાની ઋતુને અનુલક્ષીને પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવાની કામગીરી હાથ ધરી છે. શહેરના જુનાગંજ બજાર, નાગરવાડા અને સુભાષ ચોક તરફ જવાના માર્ગ વર્ષો જુના અને જર્જરિત મકાનો પડવાની પરીસ્થિતીમાં છે. જેને ઉતારી લેવા જાગૃત નાગરીકોએ નગરપાલિકામાં રજુઆતો કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી.

જર્જરીત મકાનનોને કરાયા જમીન દોસ્ત

ચોમાસા પહેલા તંત્રની આંખ ખુલે છે. પ્રાંત અધિકારીની સુચનાથી આ મકાનોને ઉતારી લીધા છે. આગામી દિવસોમાં આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ કરાશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details