ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ચંદ્રુમણા ગામે કેનાલમાં ડૂબેલા પીતરાઈ ભાઈ બહેનનો મૃતદેહ 72 કલાક બાદ મળ્યો - brothers, sisters drowned canal Chandrumana village in Patan

પાટણના ચંદ્રુમાણા ગામે (brothers, sisters drowned canal Chandrumana village in Patan) નર્મદાની મુખ્ય કેનાલમાં ગામના પટેલ પરિવારના પિતરાઈ ભાઈ બહેન ડુબ્યા હોવાની ઘટના સર્જાઇ હતી.

પાટણના ચંદ્રુમણા ગામે કેનાલમાં ડૂબેલા પીતરાઈ ભાઈ બહેનનો મૃતદેહ 72 કલાક બાદ મળ્યો
પાટણના ચંદ્રુમણા ગામે કેનાલમાં ડૂબેલા પીતરાઈ ભાઈ બહેનનો મૃતદેહ 72 કલાક બાદ મળ્યો

By

Published : Jan 16, 2022, 7:40 AM IST

પાટણ: પાટણના ચંદ્રુમાણા ગામે (brothers, sisters drowned canal Chandrumana village in Patan) ગઈકાલે (શનિવાર) બંને ભાઈ-બહેનનોમૃતદેહ 72 કલાક બાદ (body was found 72 hours later) ભલાણા કેનાલના સાયફનમાંથી મળી આવતા મૃતદેહને હારીજ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

પાટણના ચંદ્રુમણા ગામે કેનાલમાં ડૂબેલા પીતરાઈ ભાઈ બહેનનો મૃતદેહ 72 કલાક બાદ મળ્યો

કેનાલ ઉપર ડીઝલ એન્જિનમા ડીઝલ નાખવા ગયા હતા

કંબોઈથી ચંદ્રુમાણાની સીમ વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર 12 તારીખે (બુધવારે) ચંદ્રુમાણા ગામના પટેલ ધ્રુવ નવનીતભાઈ અને તેમના નાનાભાઈ પટેલ અમૃતભાઈ ભીખાભાઈની પુત્રી પ્રાચી (ઉં.11) કેનાલ ઉપર ડીઝલ એન્જિનમા ડીઝલ નાખવા માટે ગયા હતા.

ધ્રુવનો પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબ્યો

ડીઝલ એન્જિનની પાઇપ લીકેજ હોવાના કારણે છાણ નાખવાની જરૂરિયાત પડતાં ધ્રુવ પટેલ ડીઝલ એન્જિનમા ડીઝલ નાખ્યા બાદ ડોલ ધોવા માટે કેનાલના કિનારે ઉતર્યા હતા, તે દરમિયાન અચાનક પગ લપસતા તેઓ કેનાલના પાણીમાં ડૂબી વહેતા પાણીમાં ગરક થયા હતા આ દ્રશ્ય જોઈને કિનારે ઉભેલી પ્રાચીએ બૂમાબૂમ કરીને પોતે પણ ભાઇને બચાવવા માટે કેનાલમાં પડી હતી.

ગામલોકો અને પરિવારજનોને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા

આ ઘટનાની જાણ ગામલોકો અને પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ગામના સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંનેની શોધખોળ કેનાલના પાણીમાં હાથ ધરી હતી. આ ઘટનાની જાણ થતાં પાટણ નગરપાલિકાની ફાયર ટીમના તરવૈયાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી.

NDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી

નગરપાલિકાના અને સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ પણ બંનેના મૃતદેહ ન મળતા NDRFની ટીમ પણ બોલાવવામાં આવી હતી.

ચંદ્રુમાણા ગામમાં શોકની કાલિમા છવાઈ

ટીમો દ્વારા સંયુક્ત રીતે ત્રણ દિવસ સુધી બંને ભાઈ બહેનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે (શનિવાર) ભલાણા કેનાલના સાયફનમાં ફસાયેલો મૃતદેહ આપો આપ બહાર આવતા લોકોના ધ્યાને આવતા બંને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં શોક છવાયો હતો.

આ પણ વાંચો:

Drowning Deaths in Mandvi Aamli Dam : આમલી ડેમમાં નાવડી પલટી, 2 મૃતદેહ મળ્યાં 5ની શોધખોળ જારી

Missing fisherman body found : લાપતા માછીમારોમાંથી 1નો મૃતદેહ મળ્યો, 6 હજુ પણ લાપતા

ABOUT THE AUTHOR

...view details