પાટણમાં ગાયત્રી પરિવાર દ્વારા પુસ્તક મેળો યોજાયો - અખિલ વિશ્વ ભારતીય ગાયત્રી પરિવાર
પાટણઃ શહેરમાં અખિલ વિશ્વ ભારતીય ગાયત્રી પરિવાર દ્વારા ત્રી દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે પુસ્તક મેળાને જિલ્લા કલેકટર આનંદ પટેલે વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો.
વિચાર એક પ્રચંડ શક્તિ છે તે અણુશક્તિ કરતા પણ વધારે પ્રબળ હોય છે. વિચારોના યોગ્ય ઉપયોગથી માનવી વિશ્વ વિજયી બની શકે છે ત્યારે આવા સદ વિચારો લોકો સુધી પહોંચાડવા માટે અખિલ ગાયત્રી પરિવાર દ્વારા પાટણમાં પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. આ પુસ્તક મેળામાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પુસ્તકમાં લખેલા શબ્દો એ માત્ર પ્રિન્ટ નથી પણ તે એક વિચાર છે જેનાથી સમાજમાં મોટી વૈચારિક ક્રાંતિ આવે છે. ત્યાર બાદ જિલ્લા કલેકટરે પ્રદર્શનમાં મુકેલા વિવિધ પુસ્તકોને નિહાળ્યા હતા. આ પુસ્તક મેળામાં પંડિત રામશર્મા આચાર્યજીએ લખેલા પુસ્તકો મુકવામાં આવ્યા હતા જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યા હતા.