ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો - Patan Police

પાટણ શહેરના ખાન સરોવરમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. શુક્રવારે યુવકનો મૃતદેહ સરોવરમાં તરતો જોવા મળતા સ્થાનિકોએ આ બાબતે નગરપાલિકા અને પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી ઓળખ વિધિ શરૂ કરી હતી. પરંતુ મૃત્યું પામેલો યુવક કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી. મૃતદેહની સાથે એક પશુનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો
પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો

By

Published : Apr 2, 2021, 9:53 PM IST

  • પાટણનું ખાન સરોવર સુસાઇડ પોઇન્ટ બન્યું
  • ખાન સરોવરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી

પાટણઃ શહેરનું ખાન સરોવર આત્મહત્યાનું એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન આ સરોવરમાં બે મૃતદેહો મળી આવ્યાં છે. એક યુવતીએ બે દિવસ અગાઉ જ આ સરોવરમાં મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં શુક્રવારે એક અજાણ્યા શખ્સનો મૃતદેહ સરોવરમાં તરતો નજરે પડતા આસપાસના લોકોએ આ ઘટનાની જાણ નગરસેવક ભરત ભાટીયાને કરી હતી. જેથી તેઓએ પાટણનાં ડીઝાસ્ટર વિભાગ તેમજ નગરપાલિકાને જાણ કરતાં તેઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચોઃ ભાવનગરના વરતેજ ગામના બાળકોનું તળાવમાં ડૂબી જતા મોત

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

નગરપાલિકાના તરવૈયાઓએ સરોવરમાંથી એક યુવકના મૃતદેહને તથા એક પશુના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકની ઓળખવિધી હાથ ધરવામાં આવી હતી. જોકે, હજુ સુધી તેની ઓળખ થઈ નથી. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પાટણના ખાન સરોવરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચોઃ ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ

પશુંને બચાવવા જતા પાણીમાં યુવક ગરકાવ થયો હોવાનું અનુમાન

પ્રાથમિક દૃષ્ટિએ કોઈ પશું પાણીમાં પડી ગયું હોય અને તેને બચાવવા આ શખ્સ અંદર પડયો હોય અને તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. ખાન સરોવરમાંથી સમગ્ર શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે, ત્યારે જે પ્રમાણે અનેકવાર મૃતદેહો મળી રહ્યા છે, તેથી આ સરોવરમાંથી અપાતું પીવાનું પાણી કેટલા અંશે શુદ્ધ છે તે અંગે નગરસેવકે સવાલ ઉઠાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details