પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે બી.એડ સેમેસ્ટર-૪ ના ક્રિયેટીગ એન ઈંકલ્યુશિવ સ્કૂલ વિષયની પરીક્ષામાં છ હજાર વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પાટણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બી.એડની પરીક્ષામાં છબરડો, રવિવારે ફરીથી પરીક્ષા લેવાશે - Mess in B.Ed exam
પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી ઓનલાઇન પરીક્ષામાં શુક્રવારે બી.એડ સેમેસ્ટર-4ના પ્રશ્ન પત્રમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓ ચોંકી ઊઠયા હતા. જો કે, આ અંગે વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે યુનિવર્સિટીના કુલપતિએ આ પરીક્ષા રવિવારે ફરીથી લેવાની જાહેરાત કરી છે.
![પાટણ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બી.એડની પરીક્ષામાં છબરડો, રવિવારે ફરીથી પરીક્ષા લેવાશે Patan University](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8768324-580-8768324-1599837624784.jpg)
આ પરીક્ષા દરમિયાન પ્રશ્ન પત્રમાં અભ્યાસ ક્રમ બહારના મેડીકલના પ્રશ્નો પૂછાતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પેપર શેટર દ્વારા બ્રેઇન લિપિ, કાઈલોગ્રામ, શારીરિક અને માનસિક એનર્જી સહિત સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા. જેથી વિધાર્થીઓ અટવાયા હતા. યુનિવર્સિટીના સત્તાધીશોની ઘોર બેદરકારી સામે વિધાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષાના હેલ્પલાઇન નંબર ઉપર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.જે. વોરાએ વિદ્યાર્થીઓના હિતમાં 11 સપ્ટેમ્બરના રોજ લેવાયેલી આ પરીક્ષા આગામી તારીખ 13 સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યે ફરીથી લેવાની જાહેરાત કરી છે.