- પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લાયન્સ કલ્બ દ્વારા ધાબળાનું વિતરણ કરાયું
- પાટણ શેલ્ટર હોમમાં 35 ઘાબળાનું વિતરણ કરવામાં આવ્યું
- ભાજપ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ રહ્યા ઉપસ્થિતિ
પાટણ : શહેર સહિત જિલ્લામાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. શિયાળાની કડકડતી ઠંડીથી બચવા ભદ્ર સમાજના લોકો સારી ક્વોલિટીના વિવિધ પ્રકારનાં વસાણાં ખાય છે, તો ઘરોમાં ગરમ હીટર લગાવી અને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રો પહેરી ઠંડીથી રક્ષણ મેળવે છે. જ્યારે ફૂટપાથ અને શ્રમિક વિસ્તારમાં રહેતા લોકોને ઓઢવા માટે ચાદર પણ નસીબ થતી નથી. ત્યારે આવા જરૂરિયાતમંદ લોકોને ઠંડીથી રક્ષણ આપવા માટે દર વર્ષે વિવિધ સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ આગળ આવે છે. પાટણમાં સેવાભાવી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના અને લાયન્સ કલબ દ્વારા શેલ્ટર હોમ ખાતે રહેતા 35 નિરાધારોને ધબળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.