- જિલ્લામાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયા
- પંચાયતની તમામ સીટ અને પાંચ નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ
- પદ્મનાભ મંદિર અને સ્મશાનગૃહમાં 200 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરાયું
- વાવેલા વૃક્ષોનું જતન કરવા કાર્યકરોને જવાબદારી સોંપાઈ
પાટણ :ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે પાટણ શહેર સહિત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા પાટણ જિલ્લા પંચાયતની તમામ સીટો અને પાંચ નગરપાલિકાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થતા પાટણમાં વૃક્ષારોપણ 200 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરાયું
પાટણ શહેરમાં પદ્મનાભ મંદિર પરિસર અને સ્મશાન ગૃહમાં પ્રદેશ ભાજપ પૂર્વ મહાપ્રધાન કે.સી. પટેલની ઉપસ્થિતિમાં આસોપાલવ, લીમડો, વડ, પીપળો, ગુંદી, સહિતના 200 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થતા પાટણમાં વૃક્ષારોપણ ખારીવાવડી, રણુજ ચાણસ્મા-હારિજ સહિતના ગામોમાં પણ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા
પાટણ શહેર ઉપરાંત તાલુકાના ખારીવાવડી, રણુજ ચાણસ્મા-હારિજ સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઇ, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, તાલુકા પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થતા પાટણમાં વૃક્ષારોપણ