રાધનપુર ખાતે યોજાયેલ કાર્યકર્તા બેઠકમાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાધનપુર સહિતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીમાં આગામી ત્રણ દીવસમાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામા આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 370 ની કલમ હટાવીને દેશવાસીઓનું વર્ષો જૂનું સપનું સાકાર કર્યું છે. સમગ્ર દેશમાં ભાજપ તરફી વાતાવરણ ઉભુ થયુ છે, ત્યારે રાધનપુરની પેટા ચૂંટણી માટે કાર્યકરોને ઍક સૈનિક બની કામે લાગી જવા અનુરોધ કાર્યો હતો. સાથેજ ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ચૂંટણી જાહેર થાય તે દિશા મા આગળ વધશે તેમ જણાવ્યું હતુ.
રાધનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાઈ - રાધનપુર વિધાનસભા પેટાચૂંટણી
રાધનપુરઃ વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં રાધનપુર મત વિસ્તારના કાર્યકર્તાઓની બેઠક ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા પ્રદીપસિંહ જાડેજાએ ભાજપને બહુમતિથી જીતાડવા કાર્યકર્તાઓને અનુરોધ કાર્યો હતો. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહ્યાં હતા.
bjp workers meeting in radhanpur
કાર્યકર્તાઓને સંબોધતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે ભારતીય જનતા પાર્ટી આજની સાથે આવનારા કાલની ચિંતા કરવાવાળી પાર્ટી છે, પાર્ટીમાં સંગઠન સર્વોપરી છે. દેશને પરમ વૈભવ પર લઇ જવાવાળી પાર્ટી છે. રાધનપુર મત વિસ્તારના લોકો અલ્પેશ ઠાકોરને નહીં પણ કમળને ઈચ્છી રહ્યાં છે.