આગામી 17મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેદ્ર મોદીના જન્મ દિવસને લઈ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહના માધ્યમથી જન્મ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાટણમાં વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી નિમિત્તે ભાજપ દ્વારા સ્વછતા અભિયાન યોજાયું - Prime Minister Narendra Modi
પાટણ: જિલ્લાના ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે રાણીની વાવ રોડ પરની બન્ને સાઈડો પરનો કચરો સાફ કરી સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજીયો હતો.
patan
જેના ભાગ રૂપે રવિવારે પાટણ શહેર ભાજપ દ્વારા વર્ડ હેરિટેઝ એવી રાણીની વાવ પાસે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરી હતી. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ રોડની બન્ને સાઈડો પરના કચરાને સાફ કરી સેવાના માધ્યમથી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે. ભાજપના આગેવાનો કાર્યકરોએ કચરાની સફાઈ કર્યા બાદ લોકોના આરોગ્યની સુખાકારી માટે રોડ પર જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો હતો.