પાટણ: રાધનપુર નગરપાલિકા દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરી ગટરના અટકેલા કામો તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે રાધનપુર શહેર ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાધનપુર નગરપાલિકાના ભ્રષ્ટાચાર મામલે ભાજપે આવેદનપત્ર આપ્યું - બાબુભાઈ ચૌધરી જિલ્લા ભાજપ અગ્રણી
રાધનપુર નગરપાલિકા દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેમજ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરી ગટરના અટકેલા કામો તાકીદે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે રાધનપુર શહેર ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નાયબ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ભાજપના એક કોર્પોરેટર દ્વારા 4 ઓગસ્ટના રોજ સેનેટરી વિભાગના કથિત 60 લાખના કૌભાંડ મામલે રજૂઆત કરી છે. તેના જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવા, સેનેટરી ઇન્સ્પેક્ટરને પુનઃ નોકરી ઉપર લેવા તેમજ હાલમાં રાધનપુર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. તેની સ્વચ્છતા પર ધ્યાન અપાતું નથી, જેને લઇ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અગાઉ રૂપિયા 8 કરોડના ટેન્ડરમાં પણ મસમોટું કૌભાંડ ઓફિસર અને સત્તાધીશો દ્વારા આચરવામાં આવ્યું છે. તેની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
છેલ્લા ચાર વર્ષથી ગ્રીનપાર્ક વિસ્તારને જોડતા માર્ગો પર ગટરનું કામ પૂર્ણ થયું નથી. તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરી ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે. તેમજ વર્ષ 2019માં પણ અંદાજીત 1.25 કરોડના ટેન્ડરમાં ગોટાળા થયા છે. ચોક્કસ એજન્સીના માણસોને કામ આપી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો કરી તપાસ કરવાની માંગ કરી હતી.