ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP Bike Rally in Patan: ભાજપના યુવા નેતાને મોંઘવારીનો પ્રશ્ન કરતા કંઈ જ ન બોલી શક્યા - આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભાજપની બાઈક રેલી

ભાજપ યુવા મોરચાની બાઈક રેલી શુક્રવારે પાટણ (BJP Bike Rally in Patan) પહોંચી હતી. ત્યારે બગવાડા દરવાજા ખાતે આ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલી બાદ ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટને મોંઘવારી મુદ્દે પ્રશ્ન (BJP Youth Leader silence on Inflation) પૂછતા તેઓ કંઈ બોલી નહતા શક્યા.

BJP Bike Rally in Patan: ભાજપના યુવા નેતાને મોંઘવારીનો પ્રશ્ન કરતા કંઈ જ ન બોલી શક્યા
BJP Bike Rally in Patan: ભાજપના યુવા નેતાને મોંઘવારીનો પ્રશ્ન કરતા કંઈ જ ન બોલી શક્યા

By

Published : Apr 9, 2022, 8:56 AM IST

પાટણઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાએ બાઈક યાત્રાનું (BJP Bike Rally under Azadi ka Amrut Mahotsav) આયોજન કર્યું છે. ત્યારે ગુજરાત ભાજપ યુવા મોરચાની આ બાઈક રેલી શુક્રવારે પાટણ પહોંચી હતી. અહીં બગવાડા દરવાજા ખાતે યાત્રાનું ભવ્ય (BJP Bike Rally in Patan) સ્વાગત થયું હતું. અહીં એક સભા પણ યોજાઈ હતી. તે દરમિયાન યાત્રામાં જોડાયેલા બાઈકચાલકોએ બાઈક ઉપર જ સભા નિહાળી આગેવાનોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

બગવાડા દરવાજા ખાતે રેલી સભામાં ફેરવાઈ

બગવાડા દરવાજા ખાતે રેલી સભામાં ફેરવાઈ -આ રેલીમાં જોડાયેલા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે (BJP Youth Leader silence on Inflation) જણાવ્યું હતુ કે, રાજ્યમાં 80 જેટલી વિધાનસભા બેઠકમાં 3,000 કિલોમીટરની આ યાત્રાનું (BJP Bike Rally in Patan) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ યાત્રા (BJP Bike Rally in Patan) શુક્રવારે જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં પહોંચી હતી. ત્યારબાદ નાયતા, કાંસા, શિહોરી ત્રણ રસ્તા થઈને પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે પહોંચી આ રેલી સભામાં પરિવર્તન થઈ હતી.

આ પણ વાંચો-BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર

યાત્રાનો વિરોધ કરનારા સ્વતંત્રતા સેનાનીનો વિરોધ કરી રહ્યા છે -

અહીં સભાને સંબોધતા યુવા નેતા ડો. પ્રશાંત કોરાટે (BJP Youth Leader silence on Inflation) જણાવ્યું હતું કે, આ યાત્રા દેશને (BJP Bike Rally in Patan) આઝાદી અપાવનારા સ્વતંત્ર સેનાનીઓ માટેની યાત્રા છે. દેશની રક્ષા માટે શહાદત વહોરનાર શહીદ વીરો માટેની આ યાત્રા છે. યાત્રાનો વિરોધ કરનારાઓ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ દેશની આઝાદી માટે જેમને બલિદાન આપ્યા છે. તેવા સ્વતંત્ર સેનાનીઓ અને શહીદ વીરોનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો-BJP Bike Rally In Gujarat: ભાજપ યુવા મોરચાની બાઇક રેલીથી ગુજરાતની અડધો અડધ વિધાનસભા સીટો સાધશે

મોંઘવારી મુદ્દે પ્રશાંત કોરાટનું મૌન -વર્તમાન સમયમાં સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની કિંમત (BJP Youth Leader silence on Inflation) વધી રહી છે. ત્યારે આ અંગે ડો. પ્રશાંત કિશોરને પ્રશ્ન પૂછતા તેમણે મૌન સેવ્યું હતું. આનો જવાબ આપવાની જગ્યાએ તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રાનો (BJP Bike Rally in Patan) મુખ્ય ઉદ્દેશ એ છે કે, યુવાનો દરેક સમાજના લોકો આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરે અને યુવાનો તેમના ક્ષેત્રમાં આગળ વધે તેમ કહીને મોંઘવારીના મુદ્દાની વાત ટાળી હતી.

ABOUT THE AUTHOR

...view details