- સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની યાદી કરી જાહેર
- પાટણ નગરપાલિકાના 11 વોર્ડ માટે 43 ઉમેદવારોની યાદી જાહેર
- યાદી જાહેર થતાં ઉમેદવારો અને સમર્થકોમાં જોવા મળી ખુશી
- કેટલીક જગ્યાએ જૂના જોગીઓની ટિકિટ કપાઈ
પાટણઃ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચૂક્યું છે. ગુરુવારે ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરતાં રાજકીય પક્ષોમાં ચૂંટણીની ગતિવિધિઓ તેજ થઈ છે. પાટણ જિલ્લામાં જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે તેમ જ 9 તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે, તો પાટણ નગરપાલિકાના 11 વોર્ડ માટે 44 ઉમેદવારોમાંથી 43 ઉમેદવારોના નામની યાદી જાહેર કરાઇ છે. આ સાથે સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોના નામની યાદી પ્રસિદ્ધ કરાઈ છે. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફથી ચૂંટણીમાં મેદાને ઉત્તરના ઉમેદવારોના નામ જાહેર થતાં જ ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખુશી પ્રસરી છે, તો કેટલીક જગ્યાએ જૂના જોગીઓના નામ કપાતાં કહીં ખુશી કહીં ગમ પણ જોવા મળી રહી છે.