ગુજરાત

gujarat

ETV Bharat / state

Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ

બિપરજોય વાવાઝોડાની અસર પાટણ જિલ્લાના કચ્છને અડીને આવેલ સાંતલપુર, રાધનપુર તાલુકા અને પાટણ જિલ્લાને થવાની સંભવિત શકયતાઓને ધ્યાને લઈ જિલ્લાનું વહીવટીતંત્ર સાબદુ બન્યું છે અને રાધનપુર ખાતે એસ.ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે .

Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ
Biparjoy Cyclone: પાટણ જિલ્લામાં સંભવિત ખતરા સામે વહીવટી તંત્ર એલર્ટ

By

Published : Jun 13, 2023, 8:13 AM IST

પાટણઃસોમવારે રાધનપુર તાલુકાના ચાર ગામોમાં ભારે પવનને કારણે 48 મકાનોના પતરા ઉડ્યા હતા. વરસાદને કારણે સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. વૃક્ષો ધરાશાયી બનતા ગ્રામ્ય વિસ્તારના માર્ગો પણ બંધ થયા હતા. જિલ્લા કલેકટર અરવિંદ વિજયને વાવાઝોડાના ખતરાને લઇ અધિકારીઓ, કર્મચારીઓને હેડકવાર્ટર નહીં છોડવા તાકીદ કરી સૂચનાઓ આપી છે. રાધનપુર સાંતલપુર પંથકમાં ગત મોડીસાંજે હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો.

ભારે વરસાદ થયોઃ વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડ્યો હતો. વંટોળ ફુંકાતા રાધનપુર તાલુકાના જાવંત્રી ગામે 10, પાણવી ગામે 9 લોટીયા ગામે 19 અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામે 10 મકાનોના પતરા ઉડયા હતા. કેટલાક સ્થળોએ નાના મોટા ઝાડ પણ ધરાશાયી થયા હતા જેના કારણે રસ્તાઓ પણ બંધ થયા હતા. બિપરજોય વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેમ હોવાની હવામાન ખાતાની આગાહીને પગલે કચ્છના પ્રવેશદ્વાર સમાન પાટણ જિલ્લાના સાંતલપુર- રાધનપુર તાલુકામાં પણ વાવાઝોડાનો ખતરો તોળાઇ રહયો છે.

તંત્ર એલર્ટઃ જેને પગલે પાટણ જિલ્લાનું વહીવટીતંત્ર સાબદુ બન્યું છે . જિલ્લા કલેકટર અરવિંદ વિજયને અધિકારી , કર્મચારીઓને સતર્ક રહેવા અને હેડકવાર્ટર નહી છોડવા સૂચનાઓ આપી છે. રાધનપુર ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સાધન સામગ્રી સાથે એસ.ડી.આર.એફ.ની ટીમ પણ ઉતારવામાં આવી છે. આ ઉપરાંત વન વિભાગની 11 અને યુજીવીસીએલની 41 ટીમો બનાવવામાં આવી છે.

મોટી આગાહી કરાઈઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા "બિપરજોય" અંગે આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તા. 15 અને 16 જૂને વાવાઝોડા અને વરસાદની શક્યાતા રહેલી છે. તેથી કચ્છના રણને અડતી પાટણ જિલ્લાની સરહદના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડા સમયે અથવા વરસાદ સમયે કોઈ પણ વ્યક્તિને મદદની જરૂર પડે તો તે માટે તમામ તાલુકાઓમાં કંન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેના નંબર ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી બની રહે છે.

કંન્ટ્રોલ રૂમ નંબરઃકલેક્ટર કચેરી પાટણઃ 02766 224830, મામલતદાર કચેરી પાટણ (શહેર)- 02766 230700, મામલતદાર કચેરી પાટણ (ગ્રામ્ય)- 02766 230700, મામલતદાર કચેરી સિદ્ધપુર- 02767 220071, મામલતદાર કચેરી સરસ્વતી- 02766 299140, મામલતદાર કચેરી ચાણસ્મા- 02734 222021, મામલતદાર કચેરી હારીજ- 02733 222076, મામલતદાર કચેરી સમી- 02733 244333, મામલતદાર કચેરી શંખેશ્વર- 02733 273102, મામલતદાર કચેરી રાધનપુર- 02746 277310, મામલતદાર કચેરી સાંતલપુર- 02738 2241

  1. Biparjoy Cyclone: કચ્છના બંદરથી માત્ર 430 કિમી દૂર બિપરજોય, 7000 લોકોનું સ્થળાંતર
  2. Cyclone Biparjoy : વાવાઝોડાના ઉછળતા મોજા વચ્ચે ઊંચા કોટડામાં ચામુંડાના દરવાજા ખુલ્લા, જૂઓ દરિયાકિનારેથી ગ્રાઉન્ડ રિપોર્ટ
  3. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયામાં વધી પાણીની આવક, ખંભાતના દરિયાકિનારે લાગ્યા બેરિકેડ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details