- અહીં આવતા યજમાનો પોતાના કૂળ, વંશ, અને કુળ ગોરની જાણકારી મેળવી શકે છે
- ઔદિચ્ય સહસ્ત્ર ગોર મંડળ વૃત્તિદાન સંસ્થામાં અસંખ્ય ચોપડાઓ આજે પણ સંગ્રહાયેલા છે
- ગોર મંડળના 40 થી 45 સભ્યો આ કામગીરી આજે પણ નિભાવી રહ્યા છે
સિધ્ધપુર : સમગ્ર ભારતમાં સિધ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે વિખ્યાત છે. ભારત, પાકિસ્તાન તેમજ નેપાળ જેવા દેશોમાંથી પણ શ્રદ્ધાળુઓ માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુરની પાવનભૂમિ ઉપર આવતા હોય છે. ત્યારે અહીંના ગૌર મંડળ દ્વારા દેશના કોઈ પણ ખૂણામાંથી આવતા યજમાનના નામ અને અટક પરથી તેમની આખી પેઢીઓનો ઇતિહાસ જાણાવે છે. સિધ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર ગોર મંડળ વૃત્તિદાન સંસ્થામાં રહેલા અસંખ્ય ચોપડાઓમાં ઔદિચ્ય સહસ્ત્ર ગોર મંડળ વૃત્તિદાન સંસ્થામાં રહેલા અસંખ્ય ચોપડાઓમાં અખંડ ભારત વખતના દેશના તમામ ગામો, સ્થળોના યજમાનોની માહિતી સંગ્રહાયેલી છે. આ ગોર મંડળમાં ૪૦ થી ૪૫ જેટલા સભ્યો છે. જેઓ આજે પણ પરંપરા નિભાવી રહ્યા છે. દેશી નામા પદ્ધતિ મુજબની ખતવણીથી આ ચોપડાઓમાં કક્કાવારી યાદી લખવામાં આવે છે, અને દશ પંદર મિનિટમાંજ આખી પેઢીનો ઇતિહાસ શોધી આપવામાં આવે છે.
અસંખ્ય લોકો અહીં માતૃ-શ્રાદ્ધ માટે આવે છે