પાટણ: પાટણ નજીક સંખારી ગોલાપુરને જોડતા માર્ગ પર રખડતા આખલાની અડફેટે આવી જતાં બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહેલી કાર સાથે ભટકાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર બીજા વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પાટણ: આખલાની અડફેટે આવી બાઈક સવારો કાર સાથે અથડાયા, 1નું મોત - Road accident
પાટણ નજીક સંખારી ગોલાપુરને જોડતા માર્ગ પર રખડતા આખલાની અડફેટે આવી જતાં બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહેલી કાર સાથે ભટકાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બાઈક પર સવાર બીજા વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પાટણ નજીક નોરતા ગામના ઠાકોર રણજીત ગોપાલ અને ડીસા તાલુકાના લુણપુર ગામે રહેતા જયેશ ગોવિંદજી ઠાકોર, નોરતાથી પાટણ પરત આવી રહ્યા હતાં. બાઈક સવાર આ બંને વ્યક્તિ ગોલાપુર પાસે RTO કચેરી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તા પર રખડતા આખલાએ બાઈકને અડફેટે લીધું હતું. બાદમાં બાઈક સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક રણજીતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા જયેશ ઠાકોરને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની માહિતી મળતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.