ગુજરાત

gujarat

ETV Bharat / state

Rath Yatra 2023 : પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ - Patan bhagwan jagannath rath yatra

પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને જગદીશ મંદિરમાં આજથી વિધિ શરૂ કરવામાં આવી છે. ભગવાનની તબિયત નાદુરસ્ત હોવાથી આંખે પાટા બાંધીને આરતી ઉતારવામાં આવી હતી. તેમને મોસાળ મોકલવાની વિધિ કરવામાં આવી હતી. ત્યારે રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ સાથે થનગનાટ જોવા મળી રહ્યા છે.

Rath Yatra 2023 : પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ
Rath Yatra 2023 : પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ

By

Published : Jun 14, 2023, 4:24 PM IST

પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ

પાટણ :શહેરના જગદીશ મંદિરમાં આજથી ભગવાનની રથાયાત્રાને લઈને ધાર્મિક વિધિના શ્રી ગણેશ થયા છે. મંદિરમાં વૈદીક મંત્રોચ્ચાર સાથે ભગવાનના નેત્રોની પૂજા કરી આંખે પાટા બાંધવામાં આવ્યા છે. પાંચ દિવસ સુધી ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે અમાસના દિવસે વિધિવત રીતે ભગવાનના નેત્રો ખોલવાની વિધિ મંદિર પરિસર ખાતે કરવામાં આવશે.

ખીચડીનો ભોગ ધરાવશે :પાટણ શહેરમાં પરંપરાગત રીતે અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી 141મી રથયાત્રાને અનુલક્ષીને જગદીશ મંદિર ખાતે ભગવાનની ધાર્મિક વિધિ આજથી શરૂ કરવામાં આવી છે. ભગવાનની તબિયત નાદુરસ્ત હોય જગન્નાથજી, ભાઈ બલભદ્રને આંખો આવતા ભગવાન અને તેમના ભાઈને વૈદિક મંત્રોચ્ચાર સાથે રૂના પૂમડાં, વરિયાળીનું પાણી, ચંદનનો લેપ, કાળી દ્રાક્ષનું મિશ્રણ કરી આંખે પાટા બાંધીને આરતી ઉતારી તેમને મોસાળ મોકલવાની વિધિ કરવામાં આવી હતી. ભગવાનને મોસાળ મોકલવામાં આવ્યા હોવાથી ચાર દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે. ભગવાન ચાર દિવસ સુધી આરામ કરશે તે દરમિયાન ભગવાનને ખીચડી, કોળા ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવશે.

પ્રથમ દ્રષ્ટિ જેના પર પડે તેના તમામ દુઃખો દૂર :જગન્નાથ મંદિર ખાતે વિધિવત રીતે અમાસના દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના દિવ્ય નેત્રો ખોલવામાં આવશે, ત્યારે જગતનો નાથ પોતાની દિવ્ય દ્રષ્ટિ જગત પર પાથરશે. એક માન્યતા એવી પણ છે કે ભગવાનને આંખે બાંધવામાં આવેલા પાટા ખૂલ્યા બાદ તેમની પ્રથમ દૃષ્ટિ જે કોઈ પર પડે છે તેના તમામ દુઃખ દર્દ દૂર થાય છે.

વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે :જગન્નાથ મંદિર ખાતે અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની ધાર્મિક વિધિનો પ્રારંભ થયો છે. ભગવાનના હાથે પાટા બાંધી મોસાળ મોકલવાની વિધિ સંપન્ન કરવામાં આવી છે. ભગવાનની તબિયત નાદુરસ્ત હોવાથી ભક્તો દર્શન નહીં કરી શકે આ દિવસો દરમિયાન મંદિર પરિસર ખાતે પાંચ દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જેવા કે અખંડ કૃષ્ણ ધૂન, મંત્ર જાગરણ, હનુમાન ચાલીસા, સુંદરકાંડ, ભજન સંધ્યા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લોકોમાં ઉત્સાહ અને થનગનાટ : ભારત દેશની ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 20 જૂનને મંગળવારના રોજ પરંપરાગત રીતે નીકળનારી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.

  1. Rath Yatra 2023: રાજસ્થાની શૈલીથી તૈયાર થયેલા વાઘામાં જગન્નાથ આપશે દર્શન
  2. Rath Yatra 2023 : અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને તૈયારી તડામાર, 250 જેટલા ધાબા પર પોલીસ પોઇન્ટ
  3. Rath Yatra 2023: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને DGPની બેઠક, રથયાત્રા રૂટમાં વિસ્તાર પ્રમાણે અધિકારીઓની કરાઈ નિમણુંક

ABOUT THE AUTHOR

...view details