પાટણમાં રથયાત્રા દબદબાભેર નીકળશે પાટણ : પાટણના જગદીશ મંદિરે જગન્નાથની રથયાત્રાને લઈને સમગ્ર કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. જેમાં મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી એ રથયાત્રાને લગતી વિવિધ માહિતીઓ આપી હતી. રથયાત્રામાં ટ્રકો સહિતની ઝાંખીઓ જોડાશે 70થી વધુ સેવા કેમ્પો કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે, પાટણમાં નીકળતી રથયાત્રા દેશની ત્રીજા નંબરની રથયાત્રા છે.
ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં આગામી 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય 141મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળવાની છે. અષાઢ સુદ એકમના દિવસે મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જેમાં સવારે 8થી 12 કલાક દરમિયાન ભગવાન જગન્નાથનો મહાઅભિષેક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. 11:00 કલાકે મંદિરના શિખર પર ધજા રોહણ કરવામાં આવશે. તો સાંજે યુજમાનના ઘરેથી ભગવાનનું રૂડું મામેરું વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર થઈ નીજ મંદિર પરત ફરશે. - પિયુષ આચાર્ય (મેનેજીંગ ટ્રસ્ટી જગદીશ મંદિર)
રથયાત્રાનો પ્રસ્થાન : 200 વર્ષ જૂના જગન્નાથ મંદિર ખાતેથી અષાઢ સુદ બીજના દિવસે 12:39 કલાકે ચાંદીજડિત રથોમાં ભગવાનની મૂર્તિઓને બિરાજમાન કરી ભગવાન જગન્નાથ, બેહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની મહા આરતી ઉતાર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે. વૈષ્ણવ સંપ્રદાયના વાગિશકુમાર, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના રાજકીય આગેવાનો રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.
વૈષ્ણવ સંપ્રદાયના મહારાજ રથયાત્રામાં જોડાશે :ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ચાલુ વર્ષે વૈષ્ણવ સંપ્રદાયના ડો.વાઘિશકુમાર મહારાજ પણ જોડાશે. આજવી બગીમાં તેઓ બિરાજમાન થશે. જેથી વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં આર્યદ યાત્રામાં જોડાશે તો અન્ય દર્શનાર્થીઓ વાઘેશ્વુમાર મહારાજના દર્શન પણ રથયાત્રા દરમિયાન કરી શકશે. ચાલુ વર્ષે રથયાત્રામાં ભગવાન પરશુરામની ઝાંખી પણ રાખવામાં આવી છે. જેમાં બ્રહ્મ સમાજના પુરુષો પીતાંબર અને ઝભ્ભો ધારણ કરી રથયાત્રામાં જોડાશે અને આકર્ષણ જમાવશે.
6 કિલોમીટરની રથયાત્રા :6 કિલોમીટર લાંબી રથયાત્રામાં પ્રથમ નિશાન ડંકો, 2 ગજરાજ, 3 ઘોડા, શણગારેલા 4 ઊંટ, 25 આઈસર, 30 ટ્રક, 7 બેન્ડ, 3 ડીજે સહિત 140થી વધુ ઝાંખીઓ રથયાત્રામાં જોડાશે. જુના ગંજ બજાર ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું સન્માન કરવામાં આવશે.
તલવારબાજીના કરતબો :પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચાલુ વર્ષે પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાશે. જેઓ રથયાત્રાના માર્ગો ઉપર લાઠીદાવ સહિતના હેરત અંગેજના કરતાબો કરવામાં આવશે. તો વિશ્વ હિન્દુ પરિષદની 55થી 60 મહિલાઓ દ્વારા વિવિધ સ્થળો પર તલવારબાજીના કરતબો કરવામાં આવશે. પાટણ શહેરના ઘીવટા વિસ્તારમાંથી છેલ્લા 140 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યારે ચાલુ વર્ષે આ વિસ્તારમાં 75 વર્ષથી વધુ ઉંમરના વયસ્કોનું રથયાત્રાના દિવસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જાહેરમાં સન્માન કરવામાં આવશે.
- Rath Yatra 2023 : પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈને થનગનાટ, ભગવાનને મોસાળ મોકલવાની વિધિ કરાઈ
- Rath Yatra 2023 : સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાયું, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ
- Rath Yatra 2023: રાજસ્થાની શૈલીથી તૈયાર થયેલા વાઘામાં જગન્નાથ આપશે દર્શન