પાટણઃ શહેરના રાજકાવાડા વિસ્તારના કોરોના ગ્રસ્ત રખતાવાડા તેમજ વેરાઈ ચકલા વિસ્તારના પટણીવાસમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી આ વિસ્તારના લોકોની અવર-જ્વર પર રોક લગાવી દેેવામાં આવ્યો છે. છતા કેટલાંક લોકો બિન જરુરી રીતે નીકળતા હોવાની ફરિયાદોને આધારે આજે જિલ્લા કલેક્ટર દ્વારા આ બન્ને વિસ્તારના લોકોની અવર-જ્વર પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ શહેરના રખતાવાડો પટણી વાસ, સાંચોરી વાસ તેમજ રસ્તાની આસપાસના પટણી વાસના સમગ્ર વિસ્તારમાં મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિને જાહેર રોડ પર પસાર થવા અને અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.