ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં વિલાજ ગ્રુપ દ્વારા 101 દિવસ સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું - Vice President of Patan Municipality

પાટણ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા વિલાજ ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારોમાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુર્વેદ ઉકાળાના વિતરણના 101 દિવસ પૂર્ણ થતા મંગળવારે બગવાડા દરવાજા ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોએ આયુર્વેદ ઉકાળાનું સેવન કર્યું હતું.

Vilaj Group
પાટણમાં વિલાજ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

By

Published : Oct 27, 2020, 8:24 PM IST

  • કોરોના સંક્રમણને અટકાવવા માટે આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ
  • 101 દિવસ પૂર્ણ થતાં બગવાડા દરવાજા ખાતે સમાપન સમારોહ યોજાયો

પાટણઃ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારી તંત્ર, આરોગ્ય વિભાગ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકોમાં કોરોના અંગેની જાગૃતિ આવે તે માટેના પ્રયાસો તેમજ આયુર્વેદ ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં વિલાજ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

શહેરના વિવિધ વિસ્તારોમાં ત્રણ મહિનાથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

પાટણ નગર પાલિકાના ઉપ પ્રમુખ દ્વારા વિલાજ ગ્રુપના સૌજન્યથી છેલ્લા ત્રણ મહિનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અવિરત પણે ચાલુ કરવામાં આવ્યું હતું. વિલાજ ગ્રુપ દ્વારા રોજ જુદા-જુદા વિસ્તારમાં આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

પાટણમાં વિલાજ ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા વિનામૂલ્યે આપવામાં આવી

આ અવિરત સેવાના મંગળવારે 101 દિવસ પૂર્ણ થતાં શહેરના બગવાડા દરવાજા ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. સમાપન સમારોહમાં આરોગ્ય વિભાગ અધિકારી, યુનિવર્સિટીના કુલપતિ, જિલ્લા વિકાસ અધિકારી સહીતના અધિકારી કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details