ગુજરાત

gujarat

ETV Bharat / state

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો - Dalit family

પાટણઃ જિલ્લાના વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે ગામના ઇસમો દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાટણ પહોંચ્યા હતા.

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો

By

Published : May 29, 2019, 3:20 PM IST

પાટણ જિલ્લાના વામૈયા ગામમાં દલિત પરિવાર પર હુમલા અંગે જીગ્નેશ મેવાણીએ જિલ્લા પોલીસ વડા સોભા ભૂતડા સાથે મુલાકાત કરી ઘટનાને વખોડી હતી, અને જે લોકોને ગામ છોડવાની ફરજ પડી છે, તેમનું પુનર્વસન કરાવવા, સાથે જ દલિત અને બિન દલિત વચ્ચેની ખાઈનો ખાડો પુરાવા અને સાચા અર્થમાં સામાજિક સમરસતા બની રહે તેવા પ્રયાસો કરવા અંગે ચર્ચા કરી હતી.

વામૈયા ગામમાં દલિત પરિવાર પર ઢોલ વગાડવા બાબતે હુમલો

આ ઉપરાંત ગામમાં દલિત વ્યક્તિ પર કોઈ પ્રકારનો ખતરો રહેશે તો પુરતું પોલીસ રક્ષણ સાથે વધુ ગુનો દાખલ કરવાની પણ SP એ તૈયારી બતાવી હોવાનું જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details