- મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana)અંતર્ગત 22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય
- કોવિડ 19 ની મહામારીમાં માતા પિતા ગુમાવનાર 22 બાળકોને ચૂકવાઈ સહાય
- વહીવટી તંત્ર દ્વારા લાભાર્થીને બેન્ક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ
પાટણ : જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીમાં માર્ચ 2020 બાદ કોવિડ-19ના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોની મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) અંતર્ગત 27 જૂન સુધી મળેલી અરજીઓના અનુસંધાને પાત્રતા ચકાસણી કર્યા બાદ 22 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી હતી.
22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય
આ બાળકોને 18 વર્ષની ઉમર સુધી પ્રતિમાસ રૂપિયા 4,000 સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જેમાં માત્ર બે દિવસના ટૂંકાગાળામાં જિલ્લાના 22 નિરાધાર બાળકોને રૂપિયા 88,000ની સહાય ચૂકવવામાં આવી હતી.