- પાટણમાં કોરોનાથી મૃત્યુ પામનારના સ્વજનોને સહાય ચૂકવાઈ
- પાટણ આરોગ્ય વિભાગે 128 મૃતકોની યાદી વહીવટી તંત્રને આપી
- વહીવટી તંત્ર દ્વારા 77 મૃતકોના લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સહાયની રકમ ચૂકવાઈ
- કોરોના મૃતક પરિવારોને 38,50000 હજારની સહાય ચૂકવાઈ
પાટણઃ વૈશ્વિક કોરોના(corona update in world) મહામારીમા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. આવા મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓના પરિવારજનોને સહાય(Corona Death Assistance Form) આપવા માટેના સહાય ફોર્મ વિતરણ પાટણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(disaster management in gujarat) દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે પાટણ જિલ્લા આરોગ્ય વિભાગ(ministry of health in gujarat) દ્વારા 128 મૃતકોની યાદી તૈયાર કરીને વહીવટીતંત્રને આપવામાં આવી છે. જે અંતર્ગત 77 અરજદારોને 38,50,000 સહાયની રકમ પાટણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.
રજાના દિવસોમાં પણ તિજોરી કચેરી ચાલુ રાખી સહાય ચૂકવાઈ