- પાટણમાં કોરોનાથી મૃત્યુ પામનારના સ્વજનોને સહાય ફોર્મ આપવાનું શરૂ કરાયું
- પાટણ ડિઝાસ્ટર કચેરી દ્વારા ફોર્મ વિતરણ શરૂ કરાયું
- મૃતકના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સહાય ફોર્મ લેવાની જાણ કરવામાં આવે છે
પાટણઃ વૈશ્વિક કોરોના મહામારીમા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કેટલાય લોકો મોતને ભેટ્યા હતા. આવા મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે સરકાર દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં(Death of Corona in Patan) કોરોનાથી મૃત્યુ(Death of Corona in Gujarat) પામેલાઓના પરિવારજનોને સહાય આપવા માટેના સહાય ફોર્મ(Patan Assistance) વિતરણ પાટણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Management) દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં 80થી વધુ ફોર્મનું વિતરણ
સોમવારથી શરૂ કરવામાં આવેલ ફોર્મ વિતરણમાં અત્યાર સુધીમાં 80થી વધુ સહાય ફોર્મનું વિતરણ(Distribution of Corona help form) કરાયું છે અને જે લોકો હજી સુધી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા પરિવારોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાણ કરવામાં આવી છે. હજી પણ કોરોનાના કેસો થોડાક અંશે આવી રહ્યા છે ત્યારે જો વર્તમાન સમયમાં પણ કોરોના પ્રભાવિત વ્યક્તિ મૃત્યુ પામે તો તેના પરિવારજનોને પણ સહાય આપવામાં આવશે.