- જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવાર અધ્યક્ષસ્થાને યોજાઇ બેઠા
- કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- કારોબારી સમિતિની બેઠકમાં સામાજિક અંતર ન જળવાયું
પાટણ : જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબુત બનાવવા પર ભાર મુકી વિધાનસભા 2022ની ચૂંટણી (Assembly 2022 elections) માટેની રણનીતિ ઘડવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાથી મૃત્યું પામેલા માટે મૌન
કારોબારીના પ્રારંભે દેશ તથા ગુજરાતમાં કોરોના મહામારીમાં અવસાન પામેલા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો તેમજ દેશવાસીઓની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ તાલુકા અને શહેરમાં જે પ્રમુખનો ત્રણ વર્ષનો કાર્યકાળનો સમય પૂર્ણ થઈ રહ્યો હોવાથી તેમના સ્થાને નવા પ્રમુખની નિમણુંકણી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.